AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમદાવાદ પ્લેન ક્રેશ

અમદાવાદ પ્લેન ક્રેશ

12 જૂન, 2025 ના રોજ, અમદાવાદ એરપોર્ટ નજીક મેઘાણી વિસ્તારમાં એર ઇન્ડિયાનું એક વિમાન ક્રેશ થયું. વિમાન લંડન જઈ રહ્યું હતું અને ટેકઓફ કર્યાના માત્ર 2 જ મિનિટ પછી ક્રેશ થયું હતું. તેમાં બે પાઇલટ અને 10 ક્રૂ સભ્યો સહિત કુલ 242 મુસાફરો હતા. આ વિમાન દુર્ઘટનામાં 50 મુસાફરોના મોત થયા હોવાનો અંદાજ છે. ટેકઓફ કર્યા પછી, વિમાન લગભગ 600 ફૂટની ઊંચાઈએ પહોંચ્યું અને પછી અચાનક નીચે પડવા લાગ્યું. થોડીવારમાં, વિમાન રહેણાંક વિસ્તારમાં ક્રેશ થયું અને તેમાં આગ લાગી ગઈ. વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ત્યાં હાજર લોકોને ઈજા થઈ. ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ આ ફ્લાઇટમાં મુસાફરી કરી રહ્યા હતા.

 

Read More

Breaking News: અમદાવાદ વિમાન દુર્ઘટનામાં અમેરિકાનું કાવતરું…પાઇલટ્સને દોષ આપીને ટ્રમ્પ સરકાર બોઇંગને બચાવી રહી છે?

AAIB રિપોર્ટમાં જણાવાયું છે કે ક્રેશ થયેલા બોઇંગ પ્લેન 787 ડ્રીમલાઇનરનો ફ્યુઅલ સ્વીચ બંધ હોવાથી બંને પાઇલટ્સ વચ્ચે મૂંઝવણ ઊભી થઈ હતી, જેના કારણે અકસ્માત થયો હોઈ શકે છે.

એર ઇન્ડિયાનુ વિમાન તૂટી પડે તે પહેલા પાઇલટ્સે એન્જિન ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો : રાજીવ પ્રતાપ રૂડી

પૂર્વ નાગરિક ઉડ્ડયન પ્રધાન, કોમર્શિયલ પાઇલટ અને ભાજપના સાંસદ રાજીવ પ્રતાપ રૂડીએ, અમદાવાદમાં બનેલ વિમાન દુર્ઘટનાના પ્રાથમિક તપાસ અહેવાલ સંદર્ભે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "આ એક પ્રારંભિક અહેવાલ છે. પ્રથમ તબક્કાના અહેવાલમાં, ફ્લાઇટની અંદર શું બન્યું તેના તથ્યો સરકાર બહાર લાવી રહી છે. હકીકત એ છે કે, ફ્લાઇટ ટેકઓફ માટે જરૂરી ગતિથી દોડી હતી, જેને રોટેશન સ્પીડ કહેવામાં આવે છે. તે જમીન પરથી ઉપર ઉઠી હતી. ફ્લાઈટ 180 નોટની ગતિએ ગઈ, જે એક સારી વેગ ધરાવતી ગતિ છે."

Air India plane crash: વિમાન દુર્ઘટનામાં બચી ગયેલ વિશ્વાસકુમાર હજુ પણ આઘાતમાં, આ રીતે જીવી રહ્યો છે જીવન

અમદાવાદમાં ગત 12 જૂનના રોજ બનેલ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં, બચી ગયેલા એકમાત્ર વ્યક્તિ વિશ્વાસ કુમાર રમેશ હજુ પણ આધાતમાં જીવી રહ્યો છે. આ ભયાનક દુર્ઘટનામાંથી બહાર આવવા માટે વિશ્વાસ કુમાર ભાલિયા મનોચિકિત્સકની મદદ લઈ રહ્યા છે. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક 40 વર્ષીય વિશ્વાસ કુમાર ભાલિયા, આ ગોઝારા વિમાન અકસ્માતમાં બચી ગયેલા એકમાત્ર મુસાફર હતા.

ફ્યૂલ કટ, એન્જિન બંધ, 270 લોકોના મોત માટે જવાબદાર કોણ? શું બંને ફ્યુલ સ્વિચ બંધ થવી શક્ય છે કે બદનામ બોઈંગને બચાવવા માટેનો કારસો છે આ તપાસ રિપોર્ટ?

અમદાવાદથી લંડન જઈ રહેલી એર ઈન્ડિયાની 171 ફ્લાઈટ ગયા મહિનાની 12 મી જૂને ક્રેશ થઈ ગઈ હતી અને આ પ્લેન ક્રેશમાં 270 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા. આ દુર્ઘટનાના બરાબર એક મહિના બાદ આ પ્લેન ક્રેશ દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સામે આવ્યો છે, જેમા પ્લેન ક્રેશ થવા માટેનું મુખ્ય કારણ એવુ આપવામાં આવ્યુ કે ફ્યુલ કટ થવાને કારણે પ્લેન ક્રેશ થઈ ગયુ. પ્લેનના બંને એન્જિનોની ફ્યૂલ સ્વિચ બંધ હતી અને ઈંધણ ન મળવાને કારણે પ્લેન ક્રેશ થઈ ગયુ.

Ahmedabad Plane Crash : મોટી ભૂલ.. ! એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ ન થયું હોત, જો માની લીધી હોત આ સલાહ, ચોંકાવનારો ખુલાસો

અમદાવાદમાં એર ઇન્ડિયાના વિમાન ક્રેશનો પહેલો તપાસ અહેવાલ આવ્યો છે. AAIBના આ અહેવાલમાં ફ્યુઅલ સ્વીચમાં ખામીને અકસ્માતનું કારણ જણાવવામાં આવ્યું છે. તેના કારણે ઇંધણ પુરવઠો ખોરવાયો અને વિમાન ક્રેશ થયું.

Ahmedabad Plane Crash: ફ્યુઅલની સ્વીચ કોણે બંધ કરી? બન્ને પાઇલટની વાતચીત બાદ ઉઠ્યા સવાલ

અમદાવાદ વિમાન દુર્ઘટના પછી, 15 પાનાનો AAIB રિપોર્ટ હવે પ્રકાશમાં આવ્યો છે. રિપોર્ટમાં પાઇલટ્સ વચ્ચે છેલ્લી વાતચીત શું હતી તે ખુલ્યું છે.

Breaking News : ટેકઓફ બાદ તરત જ બંન્ને એન્જિન કેમ બંધ થયા ? એર ઈન્ડિયા પ્લેન ક્રેશની ઘટનામાં થયો ચોંકાવનારો ખુલાસો

અમદાવાદમાં 12 જૂનના રોજ થયેલા એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનો પ્રારંભિક તપાસ અહેવાલ જાહેર કરવામાં આવ્યો છે. એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) ના રિપોર્ટમાં ઘણી ચોંકાવનારી માહિતી સામે આવી છે.

Breaking News : AAIB એ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ સરકારને સોંપ્યો, જાણો શું આવ્યું કારણ ?

AAIB એ અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનામાં નાગરિક ઉડ્ડયન મંત્રાલયને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો છે. રિપોર્ટમાં ફ્લાઇટના બ્લેક બોક્સમાંથી ડેટાનું વિશ્લેષણ સામેલ છે, જે દિલ્હીમાં AAIB લેબમાં ડાઉનલોડ કરવામાં આવ્યું હતું. તપાસમાં ભારતીય વાયુસેના, HAL, NTSB, બોઇંગ અને GE ના નિષ્ણાતોનો સમાવેશ થાય છે.

10 વર્ષમાં 6000 પ્લેન ક્રેશ અને 9000 લોકોના મોત… બોઈંગના નામે લખાયા છે અનેક કલંક છતા આ કંપનીના ઍરક્રાફ્ટની આટલી ડિમાન્ડ કેમ?- વાંચો

અમદાવાદની ભીષણ વિમાન દુર્ઘટના બાદ હવાઈ મુસાફરીની સલામતીને લઈને સવાલ ઉઠી રહ્યા છે. ઍર ઈન્ડિયાના બોઈંગ વિમાન AI-171 એ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઍરપોર્ટથી ઉડાન ભરે છે અને 5 જ મિનિટમાં ક્રેશ થઈ અગનગોળો બની જાય છે. જેમા સવાર 242 પૈકી 241 લોકો ભડથુ થઈ ગયા.

અમદાવાદની વિમાન દુર્ઘટનામાં અમેરિકાનો રિપોર્ટ, એન્જિન સાથે ‘છેડછાડ’નો કરાયો ઈશારો ?

અમદાવાદથી ઉડાન ભર્યા પછી એર ઈન્ડિયાની ફ્લાઈટ AI-171 ક્રેશ થયું હતું. પ્રારંભિક તપાસમાં વિમાનમાં કોઈ ખામી જોવા મળી નથી. ન્યૂ યોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ, એવી શંકા છે કે ટેકઓફ પછી તરત જ વિમાનના બંને એન્જિન એકસાથે નિષ્ફળ ગયા હતા. આ કારણે વિમાન ક્રેશ થયું. તપાસકર્તાઓ આ ઘટનાની ઊંડાણથી તપાસ શરુ છે.

પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા મેડિકલના વિદ્યાર્થીઓના પરિજનોને દુબઈના ડૉક્ટરે કરી ₹1- ₹1 કરોડની સહાય- Video

અમદાવાદ વિમાન દુર્ઘટનામાં મૃતકોના પરિવારોને દુબઈ સ્થિત ડોક્ટર શમશેરસિંહે એક-એક કરોડ રૂપિયાની સહાય કરી છે. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના પરિવારોને આ સહાય આપવામાં આવી છે. અન્ય મૃતકોના પરિજનોને 25 લાખ અને ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને 3.5 લાખની સહાય કરવામાં આવી છે.

30 જૂનના મહત્વના સમાચાર : વિકાસ સહાયને ગુજરાતના DGP તરીકે 31 ડિસેમ્બર સુધી એક્સ્ટેન્શન મળ્યું

આજે 30 જૂનને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટના બાદ પાર્ટી કરી રહ્યા હતા એર ઇન્ડિયા SATSના કર્મચારી, નોકરીમાંથી કાઢી મુકાયા

અમદાવાદમાં એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના બાદ AISATS ના કર્મચારીઓ પાર્ટી કરી રહ્યા હોય તેવો એક વીડિયો વાયરલ થયો હતો. આ અસંવેદનશીલતાને કારણે લોકોમાં રોષ ફેલાયો હતો. જેના પગલે AISATS એ ચાર કર્મચારીઓને કાઢી મૂકવામાં આવ્યા છે. કંપનીએ ઊંડો દુ:ખ અને શિસ્તભંગની કાર્યવાહી વ્યક્ત કરી હતી.

Emotional Video : 2025 આધા અભી બાકી હૈ ! છોકરાએ વર્ષના 6 મહિનામાં થયેલી ઘટના પર લખ્યું રેપ સોન્ગ, Watch Video

2025ના છ મહિના પસાર થઈ ગયા છે ત્યાં સુધીમાં દેશમાં ઘણું બધું બની ગયું છે. જેની ઘણા લોકો પર ભારે અસર પડી છે. આવી સ્થિતિમાં ઇન્ટરનેટ પર વાયરલ થયેલા એક રેપ વીડિયો સાંભળીને લોકોને અત્યાર સુધી વીતેલા આખા વર્ષને યાદ આવી ગયું છે. આ રેપ સોન્ગ લોકોના રુંવાડા ઉભા કરી દે તેવું છે.

Gram Panchayat Election Result 2025 LIVE : લો બોલો, પ્રધાન પુત્ર ગ્રામ પંચાયતની ચૂંટણી પણ જીતી શકતા નથી

Gujarat Gram Panchayat Election Result 2025 LIVE Counting and Updates in Gujarati :  ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી પરિણામ આજે જાહેર થવાના છે. ગુજરાતમાં કુલ 8 હજારથી વધુ ગ્રામ પંચાયતોની સામાન્ય પેટા ચૂંટણી 22 જૂનના રોજ યોજાઇ હતી. હવે આજે 25 જૂન 2025 ના રોજ સવારે 9 વાગ્યે મત ગણતરી હાથ ધરવામાં આવશે. કુલ 239 સ્થળોએ મતગણતરી હાથ ધરાશે. 

g clip-path="url(#clip0_868_265)">