અમદાવાદના નિર્ણયનગર પાસે ગેરકાયદેસર દબાણોને આખરે તંત્ર દ્વારા દુર કરવામાં આવ્યા છે. ત્યારે દબાણો હતા ત્યારે અને દબાણો દુર થયા બાદ આ વિસ્તાર કેવો નજરે પડે છે જુઓ આ તસ્વીરો થકી.....
અમદાવાદ શહેરનાં નિર્ણયનગર ગરનાળા અંડરપાસ પાસે આવેલી રેલ્વેની જમીન પર અસંખ્ય ગેરકાયદે દબાણો ઊભા કરી દેવામાં આવ્યા હતા. આ વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યાઓ ઉપર પણ દબાણો ઉભા કરી દેવાતા તંત્રએ કાર્યવાહી કરી હતી. આ મામલે રેલ્વે સતાવાળા અને અમદાવાદ શહેર દબાણ વિભાગોએ વિશાળ જગ્યામાં ફેલાયેલા દબાણો દૂર કર્યાં હતા.
1 / 5
સૌથી મહત્વની વાત એ છેકે ઉમિયા હોલ, ચાંદલોડિયા તરફ જતા માર્ગ પર પોલીસ ચોકી છે. હોમ ગાર્ડ ટીઆરબીનાં જવાનો પણ આ દબાણોની વચ્ચે જ બેઠા હોય છે. જૂના ફર્નિચર, સોફા જાળી, ઝાપા અને ભંગારનો મોટો વેપાર-ધંધો, રેલ્વે અને મહાનગર પાલિકાની આ જગ્યાઓ પર ખુબ જ ફૂલ્યો ફાલ્યો છે.
2 / 5
અમદાવાદ શહેરમાં AMC,ગુજરાત સરકાર, કેન્દ્ર સરકાર અને રેલ્વે જેવા અનેક વિભાગોની કચેરીઓ, રહેઠાણોની બહાર ગેરકાયદે બાંધકામ, વેપાર અંકુશ વગર વધતા જ જાય છે. આ રેલ્વેની જમીન પર વર્ષોથી ધંધાદારીઓ અને વેપારીઓ પોતાનો ફર્નિચરનો ધંધો કરતા હતા. આ ધંધા-વેપારથી લગભગ 50 એક ઘર આર્થિક ઉપાર્જન મેળવતા હતા.
3 / 5
રેલ્વેની જમીન પર આ ગેરકાયદે ચાલતા વેપાર ધંધાને શું પહેલા કોઈ સરકારી કે રેલ્વેનાં અધિકારીની નજર નહીં પડી હોય...તેવા સવાલો પણ થઇ રહ્યા છે. પરંતુ આખરે આ દબાણો હવે દુર થતા, કહેવું રહ્યું કે ચાલો કોઈ બાત નહીં દેર આયે દુરસ્ત આયે...
4 / 5
હાલ તો નિર્ણયનગર ગરનાળા પાસે દબાણો દુર થવાથી આસપાસનો વિસ્તાર ખુલ્લો દેખાઇ રહ્યો છે. અને, અહીંથી પસાર થતા રાહદારીઓ એએમસીની કામગીરીને લઇને સંતોષ અનુભવતા હોય તેવું લાગી રહ્યું છે.