Tina Dabi-Pradip Gawande Photos: લગ્ન બાદ ટીના ડાબી અને પ્રદીપ ગાવંડેના રિસેપ્શનની તસવીરો થઈ વાયરલ
Tina Dabi-Pradeep Gawande Marriage: IAS ટીના ડાબી (IAS Tina Dabi) અને IAS પ્રદીપ ગાવંડે સિવિલ સર્વિસ પરીક્ષા 2016ના ટોપર અને IAS પ્રદીપ ગાવંડે (Pradip Gawande) શુક્રવારે જયપુરમાં એકબીજા સાથે લગ્ન કર્યા. આ દંપતીએ લગ્નમાં વધારે ભીડ એકઠી કર્યા વિના પરિવાર અને નજીકના સંબંધીઓની હાજરીમાં તમામ ધાર્મિક વિધિઓ કરી હતી.

IAS ટીના ડાબી ઘણા સમયથી પ્રદીપ ગાવંડે સાથે લગ્નના સમાચારને કારણે ચર્ચામાં હતી. આખરે ટીના અને પ્રદીપ લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.

લગ્ન દરમિયાન બંનેએ ભગવાન બુદ્ધની પ્રતિમા અને બાબાસાહેબ ડો.ભીમરાવ આંબેડકરની તસ્વીર સમક્ષ તમામ વિધિઓ કરી હતી. ટીના ડાબી અને પ્રદીપ ગાવંડે લગ્ન સમયે ખૂબ જ સિમ્પલ લુકમાં જોવા મળ્યા હતા. બંને સફેદ પોશાકમાં ખૂબ જ સુંદર લાગી રહ્યા હતા.

આ સાથે જ આ કપલના રિસેપ્શનની કેટલીક તસવીરો પણ સામે આવી છે. રિસેપ્શનમાં પણ બહુ ઝગમગાટ ન હતો. રિસેપ્શન સમયે ટીના ડાબી અને પ્રદીપ ગાવંડે મરૂન કલરના આઉટફિટમાં હતા.

બંનેએ જયપુરની એક હોટલમાં ખૂબ જ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતા. આ પછી આ કપલે તેમના મિત્રો અને સંબંધીઓને ફાઈવ સ્ટાર હોટલમાં રિસેપ્શન પાર્ટી આપી હતી. ટીના-પ્રદીપના રિસેપ્શનમાં રાજનીતિ સાથે જોડાયેલા ઘણા લોકો હાજર રહ્યા હતા.

IAS ટીના ડાબી અને પ્રદીપ ગાવંડે આખરે માત્ર 15-20 સંબંધીઓ અને નજીકના મિત્રોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાયા. બંનેના રિસેપ્શનની તસવીરો પણ સામે આવી છે.