AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10મી ચિંતન શિબિરનું સમાપાન, CM ભુપેન્દ્ર પટેલે કહ્યું ‘પ્રજા કલ્યાણના નવા રસ્તા શોધવાનું કામ કરે છે ચિંતન શિબિર’

Chintan Shibir: CM ભુપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ આપણે વધારે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ તેમ છીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2023 | 4:57 PM
Share

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનગર ખાતે યોજાયેલી રાજ્ય સરકારની દસમી ચિંતન શિબિરનું સમાપન કરાવતા કહ્યું કે, અંત્યોદય-છેવાડાના માનવીને પણ સરકારી સેવા કે યોજનાનો લાભ મેળવવામાં કોઈ મુશ્કેલી ના પડે તેવી રાજ્ય સરકારની નવતર કાર્યશૈલી વિકસાવવા અને તેમાં ટેક્નોલોજીનો વિનિયોગ કરવા ચિંતન શિબિર ખૂટતી કડીઓ પૂરવાનું કામ કરે છે.

1 / 5
CM ભુપેન્દ્ર પટેલે એમ પણ કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા તમામ ક્ષેત્રોમાં ઉત્તમ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે અને હજુ પણ આપણે વધારે શ્રેષ્ઠ કામગીરી કરી શકીએ તેમ છીએ. ચિંતનશિબિર આપણને સૌને નિજદર્શન કરવાની તક આપે છે. કોઈ જગ્યાએ કંઇ મુશ્કેલી હોય તો તેને આ શિબિરના માધ્યમથી ઉકેલી શકાય છે.

2 / 5
મુખ્યમંત્રીએ નવતર પહેલ કરવાની વૃત્તિ બાબતે ઉદાહરણ આપતા કહ્યું કે, વડાપ્રધાને જ્યારે ડિઝિટલ ઈન્ડિયાની શરૂઆત કરી ત્યારે બધાને એમ લાગતું હતું કે, આવી રીતે કોણ પેમેન્ટ કરશે પણ આજે આપણે સૌ જોઈ શકીએ છીએ કે સમગ્ર વિશ્વમાં ડિઝિટલ પેમેન્ટમાં 40 ટકાનો હિસ્સો ભારતનો છે. પ્રજાનું હિત જોઈ અને જાણી યોજનાનો અમલ કરવો જોઈએ. યોજનાના પ્રારંભે કોઇ મુશ્કેલી હોય તો તેને દૂર કરી શકાય છે.

3 / 5
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલી, આચરણ અને પ્રજાના પ્રશ્નો સમજી તેને સકારાત્મક રીતે હલ કરવાની રીત આપણને ઘણું શીખવે છે. તેમણે ચિંતન શિબિરનો હેતુ મેં નહીં, હમ અને વન ટીમ, વન વિઝન, વન મિશન, ટીમ ગુજરાત થકી સમજાવ્યો છે. આ બાબત આપણને એક ટીમ બની કામ કરવાની પ્રેરણા આપે છે.

4 / 5
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પોતાના પ્રવચનના પ્રારંભે વડાપ્રધાનને ફરી એક વખત ગ્લોબલ લિડર રેન્કિંગમાં 78 ટકા લોકોની પસંદગી સાથે નંબર વન બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. CMએ કેન્દ્ર સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ એન્ડ પબ્લિક ગ્રિવન્સ દ્વારા નિર્ધારિત ગુજરાતના ડિસ્ટ્રિક્ટ ગુડ ગવર્નન્સ ઈન્ડેક્સનું લોચિંગ પણ કર્યું હતું. આ પ્રસંગે નાણામંત્રી કનુ દેસાઈ, મુખ્ય સચિવ રાજકુમાર, કેન્દ્ર સરકારના સચિવ વી. નિવાસ, મંત્રીમંડળના સદસ્યો, વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

5 / 5
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા

તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video

સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ

ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video

હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ

મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video

વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ

નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે

જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક

g clip-path="url(#clip0_868_265)">