આ ફોટોમાં જવાહરલાલ નેહરુ તેમની બહેન વિજયાલક્ષ્મી પંડિત સાથે દેખાઇ રહ્યા છે. 1949માં, વિજયાલક્ષ્મી પંડિત અમેરિકાના રાજદૂત હતા. ફોટોમાં વિજયાલક્ષ્મી પંડિત યુ.એસ.ની મુલાકાત વખતે તેમના ભાઈનું સ્વાગત કરતા જોવા મળે છે.
આ ફોટામાં જવાહરલાલ નહેરુ એડવિના માઉન્ટબેટન સાથે હળવી ક્ષણોમાં નજરે પડે છે.
આ ફોટોમાં જવાહરલાલ નહેરુ અને તેમના બહેન વિજયાલક્ષ્મી પંડિત છે. આ ચિત્ર તે સમયનો છે કે વિજયાલક્ષ્મી પંડિત રશિયામાં એમ્બેસેડર હતા અને દિલ્હી હવાઈમથક ખાતે ભાઈને મળ્યા હતા.
આ ફોટોમાં જવાહરલાલ નહેરુ ધુમ્રપાન કરતા નજરે પડે છે. એવું કહેવાય છેકે જવાહરલાલ નહેરુ ધુમ્રપાનના શોખીન હતા.
મૃણાલીની સારાભાઈને 1948માં દિલ્હીમાં પરફોર્મન્સ બાદ અભિનંદન આપતા સમયનો ફોટો છે. નેહરુને વિક્રમ સારાભાઇના પરિવાર સાથે ઘરોબો હતો.
જ્હોન એફ કેનેડીએ 1962માં ભારતની મુલાકાત લીધી હતી. આ ફોટોમાં, નેહરુએ જહોન કેનેડીના પત્ની જેક્વેલિન કેનેડીને “તિલક” કરી રહ્યા છે.
ફોટોમાં નેહરુ ધૂમ્રપાન કરી રહ્યા હોવાનું દેખાય છે. જેમાં ભારતના પ્રથમ BOAC ફ્લાઇટમાં બ્રિટીશ ડેપ્યુટી હાઇ કમિશનરની પત્ની, શ્રીમતી સિમોન માટે સિગારેટ સળગાવા માટે લાઇટર પેટાવતા નજરે પડે છે.