AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાપનું વેર ! યૂપીના વિકાસ દ્વિવેદીને 8 મી વખત કરડ્યો કાળોતરો, સપનામાં આવી કહ્યું 9 મી વખત જીવ લઇને જાઇશ

Vikas Dwivedi Snake Story: પરિવારજનોનો દાવો છે કે સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સાપે ફરી એક વખત વિકાસને ડંખ માર્યો હતો. જ્યારે સાપે તેને ડંખ માર્યો ત્યારે વિકાસ બાલાજી મહારાજની આરતી વખતે ઉભો હતો.

| Updated on: Jul 24, 2024 | 4:31 PM
Share
Vikas Dwivedi Snake Story: ઉત્તર પ્રદેશના વિકાસ દ્વિવેદી છેલ્લા 11 દિવસથી રાજસ્થાનના દૌસા જિલ્લામાં સ્થિત મહેંદીપુર બાલાજીના આશ્રયમાં છે અને પોતાના જીવના દુશ્મન બની ગયેલા સાપથી છૂટકારો મેળવવા માગે છે. ઉત્તર પ્રદેશના ફતેહપુર જિલ્લાના રહેવાસી વિકાસ દ્વિવેદી અપ્રિય ઘટનાઓથી મુક્તિ મેળવવા માટે બાલાજી મહારાજને પ્રાર્થના કરી રહ્યા છે. પરંતુ તેમ છતાં સોમવારે સાંજે 7.30 વાગ્યાના સુમારે વિકાસને ફરી એકવાર 8મી વખત સાપ કરડ્યો હતો.

1 / 6
વિકાસ અને તેના પરિવારનું કહેવું છે કે બાલાજીની કૃપાથી તેની સાથે કંઈ થયું નથી. સાપના ડંખ પછી પણ વિકાસ સંપૂર્ણપણે સ્વસ્થ છે. જો કે, વિકાસ અને તેના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ, કોઈએ સાપને આવતો કે જતો જોયો ન હતો. સાત વખત સાપ કરડવાથી પરેશાન વિકાસ 13 જુલાઈના રોજ મહેંદીપુર બાલાજી આવ્યો હતો. અહીં તેણે બાલાજીને હઠીલા સાપથી બચાવવાની પ્રાથના કરી હતી.

2 / 6
14 જુલાઈના રોજ વિકાસે કહ્યું હતું કે તેના સપનામાં સાપ આવ્યો હતો અને કહ્યું હતું કે તે તેને આવતા શનિવારે એટલે કે 20 જુલાઈના રોજ આઠમી વખત કરડશે. પરંતુ શનિવારે આવી કોઈ ઘટના બની નહીં. વિકાસ અને તેનો પરિવાર આને બાલાજી મહારાજમાં શ્રધ્ધા ધરાવે છે. પરંતુ પરિવારજનોનો દાવો છે કે સોમવારે સાંજે લગભગ 7.30 વાગ્યે સાપે ફરી એક વખત વિકાસને ડંખ માર્યો હતો. જ્યારે સાપે તેને ડંખ માર્યો ત્યારે વિકાસ બાલાજી મહારાજની આરતીમાં ઉભો હતો.

3 / 6
આઠમી વખત સાપ કરડવાથી વિકાસ પર કોઈ અસર થઈ નથી. વિકાસની માસી રેણુ દેવીએ જણાવ્યું કે આરતી પૂરી થયા બાદ તેઓ વિકાસ સાથે ધર્મશાળા પાછા આવી રહ્યા હતા. પછી મારી નજર વિકાસના પગ પર પડી. તેના ડાબા પગ પર સાપના ડંખના નિશાન દેખાયા, જોકે આ વખતે વિકાસને કંઇ નુકસાન થયું નથી.

4 / 6
તેણે કહ્યું કે અગાઉ જ્યારે પણ વિકાસને સાપ કરડતો ત્યારે તેના મોઢામાંથી ફીણ નીકળી જતું. શરીરમાં બેચેની થતી. પરંતુ આ વખતે બાલાજી મહારાજની કૃપાથી વિકાસ સાપના ડંખ પછી પણ સંપૂર્ણ સ્વસ્થ છે. એટલા માટે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા ન હતા.

5 / 6
આ પહેલા વિકાસે જણાવ્યું હતું કે જ્યારે તેને બીજી વખતા સાપ કરડ્યો ત્યારે સાપે સપના આવીને કહ્યું હતું કે તે નવ વખત કરડશે, અને 9 મી વખતે તેનો જીવ લેવાઇ જશે. ઉલ્લેખનીય છે કે આ ડંખ 8 મો ડંખ હતો, હવે માત્ર એક જ ડંખ બાકી છે, ત્યારે સવાલ થાય કે સાપ કેમ વારંવાર કરડે છે, શું સાપ કોઇ વેર વાડે છે ? (tv9 ગુજરાતી કોઇ પણ પ્રકારની અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપતું નથી)

6 / 6
g clip-path="url(#clip0_868_265)">