Knowledge : મંગળ ગ્રહ પર ઉગી શકે છે આ છોડ, નવા અભ્યાસ પરથી થયો ચોંકાવનારો ખુલાસો
Knowledge News: મંગળ ગ્રહ પર માનવ જીવનની શકયતા શોધવા માટે અનેક ઉપગ્રહો છોડવમાં આવ્યા છે. અનેક વર્ષોથી મંગળ ગ્રહ પર મોટા મોટા અભ્યાસ થઈ રહ્યા છે. હાલમાં એક અભ્યાસમાં ચોંકવનારી વાત સામે આવી છે.

મંગળ ગ્રહ (Mars) પર માનવ જીવનની શકયતા શોધવા માટે અનેક ઉપગ્રહો છોડવમાં આવ્યા છે. અનેક અવકાશ યાત્રીઓને પણ ગ્રહો પર મહિનાઓ સુધી રહેવા માટે મોકલવમાં આવે છે. અનેક વર્ષોથી મંગળ ગ્રહ પર મોટા મોટા અભ્યાસ થઈ રહ્યા છે. હાલમાં એક અભ્યાસમાં ચોંકવનારી વાત સામે આવી છે.

મંગળ ગ્રહની માટી , વાતાવરણ અને પાણીની ઓછી માત્રાને કારણે ત્યા ખેતી કદાત અસંભવ માનવામાં આવે છે. પણ હાલમાં એક અભિયાસ પરથી જાણવા મળ્યુ છે કે ત્યા એક છોડ ઉગી શકે છે. તેનુ નામ છે. અલ્ફાલ્ફા છોડ. આ છોડ પ્રાણીઓના ઘાસચારામાં માટે વપરાય છે.

વૈજ્ઞાનિકોનું માનવુ છે કે આ છોડનો મંગળ ગ્રહ પર ફર્ચિલાઈઝર તરીકે ઉપયોગ થઈ શકે છે. ત્યાર બાદ મૂળા, શલગમ અને લેટસ જેવા છોડ પણ ત્યા ઉગાડવાનો પ્રયત્ન કરી શકાય છે.

એક રિપોર્ટ અનુસાર, અલ્ફાલ્ફા છોડ મંગળ ગ્રહની જવાળામુખીય માટી પર ઉગી શકે છે. કારણ કે આ છોડને પોષક તત્વો અને પાણીની ઓછી જરુર પડે છે. આ છોડની મદદથી મંગળ ગ્રહની ધરતીમાં પોષક તત્વો વધારી શકાય છે, જેથી અન્ય છોડ ઉગાડી શકાય. તે પાણીની માત્રાને સંતુલિત કરવામાં પણ ઉપયોગી સાહિત થશે.

વૈજ્ઞાનિકોએ મંગળ ગ્રહ જેવી માટી અને વાતાવરણમાં આ છોડ પર પ્રયોગ કર્યો હતો. જેમાં આ ચોંકાવનારી વાત સામે આવી.