Gujarati News » Health » Oral Health: Chew these leaves before brushing in the morning, problems like pyorrhea will go away
Oral Health: સવારે બ્રશ કરતા પહેલા આ પાનનું કરો સેવન, પાયોરિયા જેવી સમસ્યા થશે દૂર
દાંતમાંથી લોહી નિકળવું અથવા મોઢામાં દુર્ગંધ આવવી એ પાયોરિયાના લક્ષણો માનવામાં આવે છે. તેનાથી છુટકારો મેળવવા માટે તમે હર્બલ વસ્તુઓની મદદ લઈ શકો છો. જાણો આ 5 પ્રકારના પાંદડા વિશે, જેનું સેવન સવારે બ્રશ કરતા પહેલા ફાયદાકારક સાબિત થઈ શકે છે.
તુલસી: તેમાં ઘણા એવા કુદરતી ગુણો છે, જે એક પ્રકારના એન્ટિસેપ્ટિક એજન્ટ તરીકે કામ કરે છે. દાંત અને મોઢાને લગતી સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સવારે વહેલા ઉઠીને તુલસીના 3 થી 4 પાન ચાવો અને તેને પાણી સાથે ગળી લો.
1 / 5
ફુદીનાના પાન: ફુદીનાના પાન પાયોરિયા જેવી ગંભીર સમસ્યાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. તેમાં રહેલું તત્વ બેક્ટેરિયાને મારી નાખે છે. આ કારણથી ટૂથપેસ્ટમાં પણ ફુદીનો નાખવામાં આવે છે.
2 / 5
લીમડો : નિષ્ણાંતોના મતે મોઢામાંથી આવતી દુર્ગંધ અને અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે લીમડાના પાન સારા માનવામાં આવે છે. આ માટે ખાલી પેટે લીમડાના પાન ચાવવા. તેનાથી પેટની સમસ્યા પણ દૂર રહેશે
3 / 5
જામફળના પાનઃ પાયરિયા જેવી સમસ્યાને દૂર કરવા માટે જામફળના પાન ચાવવા જોઈએ. આમ કરવાથી પેઢામાંથી લોહી નીકળવાનું પણ બંધ થઈ જાય છે. તેમાં હાજર વિટામિન સી દાંત માટે ખૂબ જ જરૂરી છે.
4 / 5
દાડમના પાનઃ દાડમના ફળ સિવાય તેના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. પાયરિયાને દૂર કરવા માટે દાડમના પાન અને કાળા મરીને મોંમાં નાખીને ચાવો. આ અઠવાડિયામાં લગભગ 3 વખત કરો.