ગુજરાતના પૂર્વ સાંસદ લલિત મહેતાનું અવસાન, પીએમ મોદીએ ટ્વિટ કરી શોક વ્યક્ત કર્યો
આવતી કાલે મોરબીના વાંકાનેર ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. પૂર્વ સાંસદના અવસાન બાદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.
Morbi: ગુજરાતના પૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાનું(Lalit Mehta)અવસાન થયું છે. જેમાં હાર્ટ એટેક આવતા તેમને રાજકોટ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જેમાં આવતી કાલે મોરબીના વાંકાનેર ખાતે તેમના નિવાસ સ્થાનેથી અંતિમયાત્રા નીકળશે. પૂર્વ સાંસદના અવસાન બાદ વડાપ્રધાન અને કેન્દ્રીય ગૃહ મંત્રીએ ટ્વીટ કરી શોક વ્યક્ત કર્યો છે.
રાજ્યસભાના ભૂતપૂર્વ સાંસદ લલિતભાઈ મહેતાના નિધનના સમાચાર દુઃખદ છે. કર્તવ્ય પરાયણતા અને સાદગી તેઓના જીવનમૂલ્યો હતા.
આ ઉપરાંત ગુજરાત કોંગ્રેસના પ્રમુખ શકિતસિંહ ગોહિલે પણ ટ્વિટ કરીને ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે.
રાજ્યસભાના પૂર્વ સાંસદ શ્રી લલિતભાઈ મહેતાના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેઓ વિદ્વાન, મિલનસાર અને સરળ સ્વભાવના હતા . તેઓ સાથેની મારી મુલાકાતોની યાદો ચિરંજીવી રહેશે . સદગતને શ્રદ્ધા સુમન સમર્પિત કરુ છુ . .🙏 pic.twitter.com/2OUZnpMytt
— Shaktisinh Gohil MP (@shaktisinhgohil) July 9, 2023
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો