Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: ઉપલેટાના સમઢિયાળામાં આભ ફાટ્યુ, એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક રસ્તા ધોવાયા

Gujarati Video: ઉપલેટાના સમઢિયાળામાં આભ ફાટ્યુ, એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબક્યો, અનેક રસ્તા ધોવાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 9:00 PM

રાજકોટના ઉપલેટા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘરાજાએ ધબધબાટી બોલાવી છે, સમઢિયાળીમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. સમઢિયાળામાં એક કલાકમાં જ 10 ઈંચ વરસાદ ખાબકી જતા ચોમેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

Rajkot: મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા રાજકોટના ઉપલેટા પંથકમને ઘમરોળી નાખ્યુ છે. અનરાધાર વરસાદને કારણે સમગ્ર ઉપલેટા શહેર પાણી-પાણી થઈ ગયુ છે. શહેરની મુખ્ય બજારો હોય કે સોસાયીટીઓ તમામ સ્થળોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે. ગ્રામ્ય વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ ખાબક્યો છે. સમઢિયાળા ગામમાં આભ ફાટ્યુ હોય તેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.

ગામમાં એક કલાકમાં 10 ઈંચ વરસાદ ખાબકી જતા સમગ્ર ગામમાં જળબંબાકારના દૃશ્યો જોવા મળ્યા છે. ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતા ખેડૂતોનો પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. અનેક ખેતરો પાણીમાં ગરકાવ થયા છે. જ્યાં જુઓ ત્યાં સ્થળ ત્યાં જળની સ્થિતિ જોવા મળી રહી છે.

ખેડૂતોના પાકને પારાવાર નુકસાન

ખેતરોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં પાકનો સોથ બોલી ગયો છે. ખેડૂતોની તમામ મહેનત પર પાણી ફરી વળ્યા છે. પાક નાશ પામતા ખેડૂતોમાં ભારે એ રોષ ફેલાયો છે. ભારેથી અતિભારે વરસાદને પગલે સમઢીયાળાથી કુંઢેજ, તલંગણા, લાઠ, ભીમોરા તરફ જવાનો રસ્તો બંધ કરાયો છે. પાણીના ધસમસતા પ્રવાહમાં ફસાયેલા એક વૃદ્ધનું રેસક્યુ કરવામાં આવ્યુ હતુ.

આ પણ વાંચો : Breaking News : ગુજરાતના 218 તાલુકામાં વરસાદ, પાટણના સાંતલપુરમાં સૌથી વધુ સાડા છ ઈંચ વરસાદ

ઝકરિયા ચોક વિસ્તારમાં દુકાનોમાં પાણી ભરાયા

ઉપલેટા શહેરના ઝકરિયા ચોક વિસ્તારમાં વરસાદી પાણી દુકાનોમાં ઘુસતા દુકાનદારોની મુશ્કેલીમાં વધારો થયો. બીજી તરફ શહેરના વડલા રોડ વિસ્તારમાં પણ લોકોના ઘરમાં પાણી ઘુસી ગયા. જેના કારણે લોકોની ઘરવખરીને મોટા પાયે નુકસાન પહોંચ્યું. ઉપલેટામાં અત્યાર સુધીમાં સીઝનનો કુલ 26 ઇંચથી પણ વધુ વરસાદ નોંધાયો છે.

રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">