Ahmedabad : દારુ ભરેલી કારે સર્જ્યો અકસ્માત, 4 લાખથી વધુના મુદ્દામાલ સાથે આરોપીની કરી ધરપકડ, જુઓ Video
ગુજરાતમાં અસામાજિક તત્વોને અટકાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે તે વચ્ચે ચોંકાવનારી ઘટના બની છે. દારુ ભરેલી કારનો બીજા વાહનો સાથે અકસ્માત સર્જાયો છે.
ગુજરાતમાં અસામાજિક તત્વોને અટકાવવા માટે પોલીસે લાલ આંખ કરી છે. પોલીસ અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે તે વચ્ચે ચોંકાવનારી ઘટના બની છે. દારુ ભરેલી કારનો બીજા વાહનો સાથે અકસ્માત સર્જાયો છે. બોડકદેવમાં બુટલેગર અને પોલીસ વચ્ચે ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. વોચ રાખીને બેઠેલી પોલીસને જોઈને બુટલેગરોએ કાર પૂરપાટ ઝડપે ભગાવી હતી. ડિલિવરી આપવા આવેલા કિરણ ઠાકોરને પોલીસે ઝડપી લીધો હતો. દારુની બોટલ સહિત 4.53 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે. સ્થાનિક બુટલેગર ભાવેશને જથ્થો આપવાનો હોવાની આરોપીએ કબુલાત કરી છે.
હજીરા – પાલ રોડ પાસે ઝડપાયો હતો લાખોનો દારુ
બીજી તરફ આ અગાઉ સુરતના હજીરા – પાલ રોડ પાસે લાખોનો વિદેશી દારુનો જથ્થો ઝડપાયો હતો. ક્રાઈમ બ્રાન્ચે દારુના જથ્થા સાથે 2 આરોપીની ધરપકડ કરી હતી. વલસાડના એક વ્યક્તિ પાસેથી દારુનો જથ્થો લાવ્યા હોવાનો ખુલાસો થયો હતો. પીકઅપ ટેમ્પોમાં ચોરખાનામાં અને પાછળ જૂના ટાયરો વચ્ચે દારુનો જથ્થો છૂપાયો હતો. દારુનો જથ્થો મંગાવનારા શખ્સનો સંપર્ક થાય તે પહેલા જ બંન્ને આરોપી ઝડપાયા હતા. પોલીસે કુલ 6 લાખ 17 હજાર 936નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.