ઈન્ટરનેશનલ માર્કેટમાં રૂપિયાએ દેખાડ્યો દમ, શું હવે ડૉલરની બાદશાહત થશે ખતમ?- વાંચો
રૂપિયો 10 ફેબ્રુઆરીએ 87.94ના લેવલ સાથે લાઈફટાઈમ લોઅર લેવલ પર પહોંચી ગયો હતો. ત્યારથી 1.94 રૂપિયાની રિકવરી એટલે કે 2.20 ટકાની તેજી જોવા મળી ચુકી છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ડૉલર ઈન્ડેક્સ 110ના લેવલ પર આવી ગયો હતો. જેમા અત્યાર સુધી 5 થી 6 ટકા ઘટાડો જોવા મળી ચુક્યો છે.

આ કોઈ આસાન કામ ન હતુ. છેલ્લા 6 ટ્રેડિંગ દિવસમાં સતત તેજી બતાવી રૂપિયાએ વર્ષની સૌથી મોટા છલાંગ લગાવી અને કડડભૂસ કરતુ ડૉલરનું એકાધિપત્ય ખતમ કરવાનો પ્રયાસ કર્યો છે. આ દરમિયાન ડૉલરની તુલનાએ રૂપિયામાં 1.23 રૂપિયાની તેજી જોવા મળી છે. તેનો મતલબ એવો થયો કે રૂપિયામાં લગભગ દોઢ ટકા ની તેજી જોવા મળી છે. ખાસ બાબતો એ છે કે રૂપિયો 10 ફેબ્રુઆરી એ 87.94 ના લેવલ સાથે લાઈફ ટાઈમ નીચલા સ્તરે પહોંચી ગયો હતો. ત્યારથી તેમા 1.94 રૂપિયાની રિકવરી એટલે કે 2.20 ટકાની તેજી જોવા મળી ચુકી છે. જ્યારે જાન્યુઆરી મહિનામાં ડૉલર ઈન્ડેક્સ 110 ના લેવલ પર આવી ગયો હતો. જેમા અત્યાર સુધીમાં 5 થી 6 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. આવો આપને જણાવીએ કે આખરે કરન્સી માર્કેટ બંધ થયા બાદ ક્યા પ્રકારના આંકડા જોવા મળી રહ્યા છે. ...