આજનું હવામાન : ગરમીમાં વધારો થવાની હવામાન વિભાગે કરી આગાહી, જાણો તમારા જિલ્લામાં કેટલું રહેશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગરમી વધવાની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ગરમીનું પ્રમાણ યથાવત રહે તેવી સંભાવના છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગરમી વધવાની શક્યતાઓ છે. આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહે તેવી શક્યતા છે. બે દિવસ બાદ મહત્તમ તાપમાન બે ડિગ્રી સુધી વધવાની શક્યતા છે. લઘુતમ તાપમાનમાં પણ વધારો થવાની હવામાનની આગાહી કરવામાં આવી છે.
આ જિલ્લાઓમાં હીટવેવની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર માર્ચ મહિના દરમિયાન જ રાજ્યના ઘણા શહેરોમાં હીટવેવ અને ભીષણ ગરમીનું એલર્ટ જારી કરવામાં આવ્યું હતું. જો કે છેલ્લા પાંચ દિવસથી ગરમીથી થોડી રાહત મળી હતી. જોકે 22 માર્ચથી ફરી એકવાર ગરમીમાં વધારો થશે. દક્ષિણ ગુજરાત પ્રદેશ અને સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવનોને કારણે ગરમીમાં વધારો થવાની સંભાવના છે.
રાજ્યમાં કેટલું રહેશે તાપમાન
ગુજરાતમાં આજે કેટલાક જિલ્લાઓમાં 40 ડિગ્રીની આસાપસા મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી, જુનાગઢ સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ આણંદ, ભરૂચ, બોટાદ, ખેડા, મોરબી, નર્મદા,રાજકોટ,સુરેન્દ્રનગર, તાપી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જામનગર, કચ્છ, મહીસાગર, નવસારી, પંચમહાલ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાનના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
25 December 2025 રાશિફળ: પ્રેમ સંબંધો મજબૂત થશે, કેટલીક રાશિને ચેતવણી
અયોધ્યા રામ મંદિરને મળી ભવ્ય રામ લલ્લાની પ્રતિમા
સિંધુભવન રોડ બન્યો સીન સપાટા કરવાનું સ્થળ - જુઓ Video
સુરેન્દ્રનગર કલેકટરને નોકરી માટે ક્યા બેસવું તેની રાહ જોતા કરી દીધા

