Surat : સિવિલમાં કાચની પેટીમાંથી નવજાતની ચોરી કરનાર મહિલા ઝડપાઇ ગઇ, જુઓ બાળકની ચોરીના CCTV વીડિયો
સુરતમાં ફરી એક વાર સિવિલ હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. નવી સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલમાં નવજાત બાળકને કાચની પેટીમાં રાખ્યું હતુ. ત્યારે અજાણી મહિલા બાળકની ચોરી કરી ફરાર થઈ ગઈ હતી. ત્યારે સિવિલ હોસ્પિટલની સિક્યુરિટી પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.

ખટોદરા પોલીસને મળી મોટી સફળતા
નવજાત બાળકની ચોરી થઈ જતા તેની માતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી. જો કે નવજાત બાળકની ચોરી થતા આ સમગ્ર ઘટનાને ખટોદરા પોલીસને જાણકારી આપવામાં આવી હતી. પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચીને તપાસ હાથ ધરી હતી. જો કે પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકની ચોરી કરનાર મહિલાને ઝડપી પાડી હતી. નવજાત માસુમ બાળકને મહિલાની જાળમાંથી મુક્ત કરાવ્યું હતુ. ડિંડોલી વિસ્તારમાંથી મહિલાની પોલીસે ધરપકડ કરી તપાસ હાથ ધરી છે.
અજાણી મહિલા બાળકને લઈ ફરાર
મહત્તવનું છે કે નવી સિવિલ હોસ્પિટલમાં આ અગાઉ પણ આ પ્રકારની ઘટના બની હતી. આ અગાઉ પણ આ હોસ્પિટલમાંથી બાળકની ચોરીની થઈ હતી. ત્યારે વધુ એક વાર આ પ્રકારની ઘટના બનતા હોસ્પિટલની સિક્યુરિટીને લઈ અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીએ ભગવાન શ્રીકૃષ્ણ અંગે ટિપ્પણીને વખોડી

સ્વામીનારાયણ સંપ્રદાયના વધુ એક સાહિત્યએ સર્જ્યો વિવાદ

ગીરના રિસોર્ટમાં ઝડપાયો જુગારનો મોટો અડ્ડો, 55 શખ્સો ઝડપાયા

ગુજરાતમાં કાળઝાળ ગરમી, 43 ડિગ્રીથી વધુ તાપમાનની આગાહી