બાંગ્લાદેશ થી કલકત્તા અને ત્યાંથી અમદાવાદ, બાંગ્લાદેશી સગીરાનું અપહરણ અને દેહ વ્યાપારના રેકેટનો પર્દાફાશ
13 વર્ષની બાંગ્લાદેશી સગીરા નું અપહરણ કરીને દેહ વ્યાપાર માં ધકેલવાના કેસમાં રાજકોટના પીઆઈ એ સગીરાને સલામત છોડવી. છેલ્લા 2 વર્ષ થી સગીરાને શારીરિક શોષણ કરીને વેચી નાખવા ના રેકેટ નો પર્દાફાશ થયો. મહિલા પોલીસ ના AHTU માં હ્યુમન ટ્રાફિકિંગ ને લઈ ને ગુનો નોધી ધરપકડ કરવામાં આવી.

અમદાવાદ શહેરમાં બાંગ્લાદેશ થી હ્યુમન ટ્રાફિકિંગ નો નેટવર્ક નો મોટો ખુલાસો સામે આવ્યો છે..રાજકોટના એક પીઆઈ એ એક સગીરાને દેહ વ્યાપાર ના ધંધા માંથી સલામત છોડાવતા સમગ્ર નેટવર્ક નો પર્દાફાશ થયો છે. ઘટનાની વાત કર્યે તો 11 વર્ષની ઉમરે બાળકી નું બાંગ્લાદેશ થી નિઝામ અને હસીના નામના આ બન્ને આરોપીઓએ સગીરાને ચોકલેટ આપવાના બહાને ફોસલાવી લઈ જઈ અપહરણ કર્યું હતું.
બાંગ્લાદેશમાં અપહરણ
ત્યાર બાદ બાંગ્લાદેશ થી જંગલ મારફતે કલકત્તા અને ત્યાંથી અમદાવાદના ચાંદલોડિયામાં લાવ્યા હતા. આ સગીરાને નિઝામ અને હસીના એ નારોલમાં રહેતા સુલોતા સિંગ નામની મહિના ને રૂપિયા 40 હજારમાં વેચી દીધી હતી. મહત્વ નું છે કે સગીરા નું ગુમ થતા બાંગ્લાદેશમાં અપહરણ ની લઈ ફરિયાદ દાખલ થઈ હતી.
આ આ દરમિયાન બાંગ્લાદેશની એક એન.જી. ઓ એ દિલ્હીના ફ્રીડમ એનજીઓ ને બાળકી ને લઈ ને માહિતી આપી હતી જે ફ્રીડમ એન.જી. ઓ સગીરાને શોધવા માટે દિલ્હી ,મુંબઈ અને અમદાવાદ પોલીસને અરજી કરી હતી. જેની અમદાવાદ AHTU દ્વારા તપાસ ચાલી રહી હતી..જે અરજી આધારે સગીરાને શોધવામાં પોલીસ ને સફળતા મળી છે.
સગીરા ના ગુમ થવાની અરજી
હ્યુમન ટ્રાફિકિંગ ના નેટવર્ક નો પર્દાફાશ રાજકોટના ફરજ બજાવતા પીઆઈ જી.આર. ચૌહાણ એ કર્યો છે. પીઆઈ જી.આર. ચૌહાણ અગાઉ મહિલા પોલીસના AHTU માં ફરજ બજાવતા હતા. તે દરમિયાન એન.જી. ઓ દ્વારા સગીરા ના ગુમ થવાની કરાયેલી અરજી ની તપાસ આર.જી.ચૌહાણ કરી રહ્યા હતા. પરતુ થોડાક સમય પહેલા રાજકોટ ખાતે બદલી થઈ હતી. જેથી સગીરાની તપાસ અટકી હતી મહત્વનું છે કે બે દિવસ પહેલા ગુમ થયેલી સગીરાની માહિતી પીઆઈ ચૌહાણ ને આપી હતી. જેથી પીઆઈ એ પોતાની ફરજ સમજી ને રાજકોટ થી અમદાવાદ નારોલમાં સગીરા ને શોધીને આ રેકટનો પર્દાફાશ કર્યો હતો.
બાંગ્લાદેશથી અમદાવાદમાં હ્યુમન ટ્રાફિકિંગ કેસમાં મહિલા પોલીસે AHTU માં પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે જેમાં પોક્સો,બલાત્કાર અને હ્યુમન ટ્રાફિકિંગ ને લઈ ને ગુનો નોધી સગીરા ખરીદનાર મહિલા સુલોતાસિંગની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે…