આજનું હવામાન : ગુજરાતમાં કડકડતી ઠંડીની આગાહી, જાણો ક્યારે કેટલું રહેશે તાપમાન, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહે તેવી શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે અને રાત્રે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં બેવડી ઋતુનો અહેસાસ યથાવત રહે તેવી શક્યતા છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં સવારે અને રાત્રે ઠંડી અને બપોરના સમયે ગરમીનો અહેસાસ થાય તેવી આગાહી કરી છે. તેમજ રાજ્યમાં લઘુત્તમ તાપમાન 15 થી 16 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. આજે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધી તાપમાન રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાત પર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય ન હોવાથી વરસાદની નહિવત શક્યતા છે. આગામી 7 દિવસ રાજ્યમાં સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધઘટ રહે તેવી આગાહી કરી છે. પવનોની દિશા બદલાતી હોવાથી ઠંડી-ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે.
હવામાન અમદાવાદ, અમરેલી, આણંદ, ભરૂચ, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટ, તાપી, વડોદરા, વલસાડ સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, ડાંગ, જુનાગઢ, કચ્છ,નર્મદા સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Gir Somnath: SIR ની કામગીરી સામે કોંગ્રેસના MLAએ કર્યા ગંભીર આક્ષેપ
અમરેલીમાં કેટલાક દુષ્ટો દ્વારા ટ્રેન ઉથલાવવાનો કરાયો પ્રયાસ- જુઓ Video
ગુજરાતમાં હવે નહીં થાય માવઠું, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ઠંડી વધશે
મુંબ્રાને લીલા રંગે રંગી દેવાના સહર શેખના નિવેદનથી રાજકીય વિવાદ

