Rain News : મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં ધરખમ વધારો, પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને કરાયા એલર્ટ, જુઓ Video
ઉપરવાસમાં ધોધામાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મહીસાગરના કડાણા ડેમની સપાટી 126 મીટર પહોંચી છે.
ઉપરવાસમાં ધોધામાર વરસાદના કારણે જળાશયોમાં પાણીની આવકમાં વધારો થયો છે. ત્યારે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે. મહીસાગરના કડાણા ડેમની સપાટી 126 મીટર પહોંચી છે. અત્યારે કડાણા ડેમ 94 ટકા ભરાયો છે. ડેમમાં 1 લાખ 4 હજાર ક્યૂસેક પાણીની આવક થઈ છે. જ્યારે ડેમમાંથી 1 લાખ 5 હજાર ક્યૂસેક પાણીની જાવક થઈ છે. કડાણાના ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત તંત્રએ કાંઠા વિસ્તારો પર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે.
સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો
બીજી તરફ નર્મદાના સરદાર સરોવર ડેમની સપાટીમાં ધરખમ વધારો છે. ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા નર્મદા ડેમની સપાટી 135.35 મીટર પર પહોંચી છે. મળતી માહિતી અનુસાર ઉપરવાસમાંથી 1.7 લાખ ક્યુસેક પાણીની આવક થઈ છે. છેલ્લા 24 કલાકમાં ડેમની સપાટીમાં 1 મીટરનો વધારો થયો છે. સિઝનમાં પ્રથમવાર નર્મદા ડેમની સપાટી 135 મીટરને પાર થઈ છે. નર્મદા નદીમાં 48 હજારથી વધુ ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી છે. ડેમના પાવરહાઉસ કાર્યરત કરવામાં આવ્યા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
