Travel Tips : વીકએન્ડમાં બાળકો સાથે બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમની મુલાકાત લો
મહીસાગરના બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમની પરિવાર અને બાળકો સાથે એક વખત જરુર મુલાકાત લો. આ સ્થળ બાળકોથી લઈ સૌ લોકો માટે ફેમસ છે. તો ચાલો જાણીએ બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમ ક્યાં આવેલું છે. ક્યારે બંધ રહે છે.

1980ના દાયકામાં બાલાસિનોરના રૈયોલી ગામમાં પેલિયોન્ટોલોજિસ્ટ્સ આકસ્મિક રીતે અવશેષો અને હાડકાં શોધી કાઢ્યા હતા. ત્યારથી આ સ્થળ સંશોધકોથી ભરેલું છે અને આ વિસ્તારમાં અનેક ખોદકામ થયા છે, જેના તારણો પરથી જાણવા મળ્યું છે કે લગભગ 64 મિલિયન વર્ષો પહેલા ડાયનાસોરની 13 થી વધુ પ્રજાતિઓ હતી.

ગુજરાતના મહીસાગર જિલ્લાના બાલાસિનોરના રૈયોલીમાં નિર્મિત દેશના પ્રથમ અને વિશ્વના ત્રીજા ફોસિલ પાર્ક ડાયનાસોર મ્યુઝિયમની બાળકોને એક વખત જરુર મુલાકાત કરાવો.

આ વિશિષ્ટ સંગ્રહાલયમાં અદ્યતન ટેકનોલોજીના આધારે મહાકાય ડાયનાસોરના ઉદ્દભવ અને નાશ સુધીના ઇતિહાસની જાણકારી મળશે. જેને રૂપિયા 16.50 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યો છે.

મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી 11 કિલોમીટરના અંતરે આવેલ રૈયોલીના ડાયનાસોર મ્યુઝિયમ વીકએન્ડમાં જરુર મુલાકાત લો. બાલાસિનોર અમદાવાદથી લગભગ 90 કિલોમીટર દૂર આવેલું છે.

આ મ્યુઝિયમ 25,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં ફેલાયેલું છે જેમાં ભોંયરામાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર 10 ગેલેરીઓ છે જેમાં વિવિધ પ્રકારના પ્રદર્શનો (ફિલ્મો અને પ્રદર્શનો) દર્શાવવામાં આવ્યા છે.

જો આપણે બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમના ટિકિટની વાત કરીએ તો એન્ટ્રી ચાર્જ Rs 30, Adult - Rs 70, Foreign tourist - Rs 400/છે.જ્યા પ્રોફેશનલ કેમેરાનો ચાર્જ રૂ. 700, 5-ડી થિયેટર રૂ. 50, વીઆર ફિલ્મો 10 રુપિયાનો ચાર્જ રહેશે.

તમને જણાવી દઈએ કે,બાલાસિનોર ડાયનાસોર મ્યુઝિયમ દર સોમવારે બંધ રહે છે. અહી તમે તમારી પ્રાઈવેટ કાર લઈને પણ મુલાકાત લઈ શકો છો. (all Photo : canva)
બાળકોનું સમર વેકેશન હોય કે તહેવારોના વેકેશન આવતા હોય ત્યારે લોકો વધારે ટ્રાવેલ કરતા નજરે પડે છે. તેમાં પણ ગુજરાતના સ્થળો બધાના ફેવરિટ છે. તો ટ્રાવેલને લગતા વધુ સમાચાર વાંચવા માટે અહી ક્લિક કરો
