Mahisagar : કાળજું કંપાવનારી ઘટના ! અકસ્માત બાદ કારે આધેડને 2 થી 3 કિમી ઢસડ્યાના CCTV સામે આવ્યા, જુઓ Video
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મહીસાગરના કાળજું કંપાવનાર હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર કેસ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાતમાં અવારનવાર અકસ્માતની ઘટના સામે આવતી હોય છે. ત્યારે મહીસાગરના કાળજું કંપાવનાર હિટ એન્ડ રનનો કેસ સામે આવ્યો છે. પોલીસ દ્વારા સમગ્ર કેસ મામલે સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. FSLની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી છે. આસપાસ CCTV લાગ્યા હોય તો તેની પણ તપાસ થશે. આરોપીએ નશાની હાલતમાં બેફામ કાર ચલાવી અકસ્માત સર્જ્યો છે. ખાનપુરના બાબલીયાથી નરોડા તરફ જતા હાઈવે પર અકસ્માતની ઘટના બની હતી.
મળતી માહિતી અનુસાર મજૂરીએથી બાઈક પર પરત ફરી રહેલા સસરા-જમાઈને અડફેટે લીધાં હતા. અકસ્માત બાદ કારે આધેડને 2થી3 કિમી ઢસડ્યા હતા.આરોપી શિક્ષક હોવાનો ખુલાસો થયો હતો. ત્યારે આરોપી સામે કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
કાળજું કંપાવનાર ઘટના !
મળતી વિગતો અનુસાર સસરા જમાઈ મજૂરી કામ કરી પરત ફરી રહ્યા હતા. ત્યારે બેફામ કારે તેમને અડફેટે લીધાં હતા. બાઈક ચાલક જમાઈ સુનિલ મછાર અકસ્માત થતા ફંગોળાઈ ગયો હતો. જ્યારે પાછળ સવાર સસરા દિનેશ ચારેલને બેફામ કારે 2 થી 3 કિ.મી. ઢસડ્યા હતા. આ દ્રશ્યો અન્ય કારમાં સવાર લોકોએ કેમેરામાં કેદ કરી દીધાં હતા અને પછી બેફામ કારને અટકાવી હતી. આરોપી મનિશ પટેલ વડોદરાના જરોદ ખાતે શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાનું અને મૂળ કાકચિયાના લુણાવડાનો રહેવાસી હોવાનું સામે આવ્યું છે. તેણે અકસ્માત સર્જ્યો ત્યારે તેની સાથે કારમાં તેનો સગો ભાઈ સવાર હતો. પોલીસે બન્નેને સકંજામાં લઈ પૂછપરછ હાથ ધરી છે.
