AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક 243 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં-કેટલો પડ્યો વરસાદ

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક 243 તાલુકામાં વરસાદ, જાણો ક્યાં-કેટલો પડ્યો વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 07, 2025 | 9:56 AM
Share

રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે છેલ્લા 24 કલાકમાં સાર્વત્રિક મેધ મહેર થઇ છે. રાજ્યના 139 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમાં કપરાડા તાલુકામાં 10 ઈંચ, પોશીના,ધરમપુર તાલુકામાં 6-6 ઈંચ , રાધનપુર, ઉમરગામ, ભચાઉ, લાખણી, તલોદ અને પાલનપુર તાલુકામાં 4-4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઑપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો અનુસાર આજે તા. 7 મી સપ્ટેમ્બરના રોજ સવારે 6 કલાકે પૂરા થતા 24 કલાક દરમિયાન સાણંદ, કડી, બોટાદ, સંતરામપુર, સતલાસણા, દાંતા, પડધરી, વાવ, ધાનેરા, પાટણ, પારડી, ભિલોડા, ખેડબ્રહ્મા, પ્રાંતિજ, ઉમરપાડા અને મોડાસા મળી કુલ 15 તાલુકાઓમાં 3 ઈંચ જેટલો વરસાદ નોધાયો છે.

આ ઉપરાંત મહેસાણા, ટંકારા, બાયડ સિદ્ધપુર, રાપર, જામકંડોરણા,ધાનપુર ખેરગામ, ઈડર, વાપી, સાગબારા, ઝાલોદ, ખેરાલુ, વિસનગર, બાલાસિનોર, તિલકવાડા, માળીયા, દસક્રોઈ, હાલોલ, ઝાંબુધોડા, દસાડા, સંખેડા, દાહોદ, વિરમગામ, ધોરાજી, જોડીયા, જોટાણા, વલસાડ, કડાણા, હળવદ, સૂઈગામ, ઉંઝા, રાજકોટ, થરાદ, બોડેલી, ધ્રોલ અને વડનગર મળી કુલ 38 તાલુકાઓમાં 2 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

જ્યારે રાજ્યના અન્ય 75 તાલુકાઓમાં 1 થી અડધો ઈંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલો સાંપડ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં ચાલુ મોસમનો સરેરાશ વરસાદ 102.89 ટકા જેટલો નોધાયો છે. જેમાં ઉત્તર ગુજરાત રિજીયનમાં 106.50 ટકા, પૂર્વ મધ્ય ગુજરાત રીજીયનમાં 107.34 ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં 91.29 ટકા અને દક્ષિણ રીજીયનમાં 107.99 ટકા જેટલો વરસાદ નોધાયો છે.

આ પણ વાંચોઃ ખેડબ્રહ્માના રતનપુર નજીક સાબરમતીમાં ફસાયેલા નવ લોકોનું NDRF ટીમે કર્યું રેસ્ક્યુ, જુઓ વીડિયો

g clip-path="url(#clip0_868_265)">