AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RMC ના મેયરના પતિ સામે તંત્ર ‘નતમસ્તક’ કેમ ? 2 વાર કોર્ટ કેસ હાર્યા છતાં ‘બાંધકામ’ યથાવત, ક્યાં ગયો કાયદો?

"સામાન્ય માણસનું નાનું એવું દબાણ પણ તોડી પાડતું તંત્ર મેયરના પતિ સામે લાચાર કેમ?" આ સવાલ આજે રાજકોટની જનતા પૂછી રહી છે. મહાનગરપાલિકાના મેયરના પતિ દ્વારા 'શ્રીસરકાર' જાહેર થયેલી જમીન પર ગેરકાયદે બાંધકામનો વિવાદ વકર્યો છે.

RMC ના મેયરના પતિ સામે તંત્ર 'નતમસ્તક' કેમ ? 2 વાર કોર્ટ કેસ હાર્યા છતાં 'બાંધકામ' યથાવત, ક્યાં ગયો કાયદો?
| Updated on: Feb 20, 2026 | 4:12 PM
Share

રાજકોટમાં મહાનગરપાલિકા (RMC) ના મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો મુદ્દો હવે વધુ ગરમાયો છે. મેયરના પ્લોટને લઈને થયેલા નવા ખુલાસા મુજબ, જે જમીનને અત્યાર સુધી વારસાઈ ગણાવવામાં આવતી હતી, તે હકીકતમાં વર્ષો પહેલાથી જ ‘શ્રીસરકાર’ (સરકારી હસ્તક) થઈ ચૂકી છે.

રાજકીય ગરમાવો વધી ગયો

આ વિવાદમાં ચોંકાવનારી વિગત એ છે કે, નંદુબાગ સોસાયટી વર્ષ 1997 થી જ ખાલસા થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને વર્ષ 2013 માં આ વિસ્તારના તમામ બાંધકામોને ગેરકાયદેસર જાહેર કરવામાં આવ્યા હતા. વધુમાં, મેયરના પતિ આ મામલે કોર્ટમાં પણ બે વખત કેસ હારી ચૂક્યા હોવાની વિગતો બહાર આવતા રાજકીય ગરમાવો વધી ગયો છે.

શહેરના ભાજપ પ્રમુખે શું કહ્યું?

ટૂંકમાં, મહાનગરપાલિકાના મેયરના પતિ દ્વારા કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામનો વિવાદ વકરતા હવે ભાજપ સંગઠન હરકતમાં આવ્યું છે. શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ આ મામલે મેયરના પતિ પાસે ખુલાસો માંગ્યો છે. બીજીબાજુ મેયરના પતિ તરફથી એવો દાવો કરવામાં આવ્યો છે કે, આ તેમની પૈતૃક જગ્યા હોવાથી તેઓ માત્ર રિનોવેશન કરી રહ્યા છે.

નિયમ બધા માટે સરખો: માધવ દવે

આ અંગે માધવ દવેએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, ત્યાં તેમના ભત્રીજાનું ગેરેજ હતું પરંતુ નિયમ મુજબ સૂચિત જગ્યાએ કોઈ પણ પ્રકારનું નવું બાંધકામ કરી શકાય નહીં. તેમણે વધુમાં ઉમેર્યું કે, નિયમ બધા માટે સરખો હોય છે અને આ મામલે તંત્ર દ્વારા સંબંધિત પક્ષને નોટિસ પણ પાઠવવામાં આવી છે.

Breaking News : ખેડૂતો ALERT ! હાથમાં આવેલો કોળિયો… આકાશે છીનવી લીધો, ફળોના રાજા પર આકાશી આફત

Follow Us
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
કાર્યક્ષમતા ખૂબ અસરકારક સાબિત થશે, બચત કરવાનું વધુને વધુ મુશ્કેલ બનશે
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ગીર સોમનાથમાં માવઠાને કારણે કેરીના પાકને ભારે નુકસાન
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
ભાવનગરમાં અશાંતધારા હેઠળ ભ્રષ્ટાચાર કેસમાં SDM એ નોંધાવી ફરિયાદ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
અમદાવાદના વસ્ત્રાલમાં કરા પડ્યા-5 જિલ્લામાં રાતના 10 સુધી ઓરેન્જ એલર્ટ
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
જૂનાગઢમાં ગટરના ગંદા પાણી વચ્ચે રસ્તા પર જ દર્દીની સારવાર - જુઓ Video
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
ધોરાજીમાં તંત્રના પાપે સ્થાનિકોને 15-15 દિવસે પણ નથી મળતુ પાણી
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હોર્મુઝ સ્ટ્રેટ સંકટનો તોડ કાઢવાની તૈયારીમાં ખાડી દેશો
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
હવામાન વિભાગની આગાહી, આગામી સપ્તાહે પણ થશે માવઠું
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
અમદાવાદ શહેરમાં અદાણી સીએનજીના ભાવમાં વધારો
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
Breaking News : પ્રોપેન ગેસ ન હોવાના કારણે મોરબીની અનેક ફેક્ટરીની બંધ
g clip-path="url(#clip0_868_265)">