Mahisagar News : કડાણા ડેમના 6 દરવાજા ખોલાયા, મહીસાગર 110 અને પંચમહાલના 18 ગામને કરાયા એલર્ટ, જુઓ Video
ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે.મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે. જેમાંથી 59 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે.
ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થઈ છે.મહીસાગરના કડાણા ડેમના 6 ગેટ દરવાજા 4 ફૂટ સુધી ખોલાયા છે. જેમાંથી 59 હજાર ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવ્યું છે. સુજલામ સુફલામ કેનાલમાં પણ 100 ક્યુસેક પાણી છોડાયું છે. નીચાણવાળા વિસ્તારોમાં સ્થાનિકોને એલર્ટ કરાયા છે. મહીસાગરના 110 ગામ અને પંચમહાલના 18 ગામને એલર્ટ કરાયા છે.
મહીસાગર અને પંચમહાલના ગામને કરાયા એલર્ટ
બીજી તરફ હાલ ડેમમાં 53 હજાર 981 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 59 હજાર 542 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ડેમની કુલ સપાટી 419 ફૂટની છે. જ્યારે હાલ જળ સપાટી 415.7 ફૂટ નોંધાઈ છે.
અંબાલાલ પટેલે ભારે વરસાદની કરી આગાહી
બીજી તરફ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે અમદાવાદ અને ગાંધીનગરમાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ પડે તેવી આગાહી કરી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દાવો કર્યો છે કે પાટનગર ગાંધીનગર અને અમદાવાદમાં ભારે વરસાદ વરસી શકે છે. તો કચ્છ, પોરબંદર, જૂનાગઢમાં પણ ભારે વરસાદનું અનુમાન છે. જ્યારે બનાસકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં પણ અંબાલાલે વરસાદી સટાસટીની આગાહી કરી છે. મહત્વનું છે કે આગામી 5થી 10 સપ્ટેમ્બરમાં રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા સેવવામાં આવી છે. એટલું જ નહીં ધોધમાર વરસાદને પગલે નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો થવાનો પણ અંબાલાલનો દાવો છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
