Mahisagar : કડાણા ડેમના 12 દરવાજા ખોલાયા, 5 જિલ્લાના ગામોમાં એલર્ટ, જુઓ Video
હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ત્યારે કડાણા ડેમના 12 દરવાજા ખોલાયા છે. ત્યારે ડેમમાંથી ક્રમશ: 1.78 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે.
હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે મહીસાગરના કડાણા ડેમમાં પાણીની ભારે આવક થઈ છે. ત્યારે કડાણા ડેમના 12 દરવાજા ખોલાયા છે. ત્યારે ડેમમાંથી ક્રમશ: 1.78 લાખ ક્યૂસેક પાણી છોડાયું છે. ડેમની સપાટી 416.8 ફૂટ પર પહોંચી છે. ડેમના 12 ગેટ 8 ફૂટ ખોલી પાણી છોડાયું છે. 1 લાખ 57 હજાર ક્યૂસેક પાણી મહીસાગર નદીમાં છોડાયું છે.
કડાણા ડેમના 12 દરવાજા ખોલાયા
આ ઉપરાંત સુજલામ સુફલામ કેનાલ મારફતે 500 ક્યૂસેક પાણી છોડાયું છે. જેના કારણે ડેમમાંથી પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરાયા છે. મહીસાગરના 110 ગામને એલર્ટ કરાયા છે. તેમજ પંચમહાલના 18, ખેડાના 10 ગામને પણ સાવચેત કરાયા છે. આ ઉપરાંત આણંદના 26 અને વડોદરાના 49 ગામને એલર્ટ કરાયા છે.
ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં ધોધમાર વરસાદ વરસતા કડાણા ડેમના 12 ગેટ ખોલાયા છે. જેના કારણે મહી નદીમાં ભારે પાણીની આવક થતા તંત્ર દ્વારા સ્થાનિકોને કાંઠા વિસ્તારથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત મહીસાગરના 110 , પંચમહાલના 18, ખેડાના 10, આણંદના 26 અને વડોદરાના 49 ગામને એલર્ટ કરાયા છે.
