આજનું હવામાન : ગુજરાતમાં ગુલાબી ઠંડીની આગાહી, જાણો કમોસમી વરસાદ ખાબકશે કે નહીં, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. તેમજ 7 દિવસ સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતમાં બેવડી ઋતુની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. સવારે ગુલાબી ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થાય તેવી શક્યતા છે. તેમજ 7 દિવસ સૂકું વાતાવરણ રહે તેવી શક્યતા છે. રાજ્યમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાન વધઘટ રહે તેવી શક્યતા છે. પવનોની દિશા બદલાતા બેવડી ઋતુની અસર રહે તેવી શક્યતા છે. રાજ્યમાં રાત્રે લઘુત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાન વધઘટ થાય તેવી શક્યતા છે. જ્યારે મહત્તમ તાપમાન 30 થી32 ડિગ્રી સુધી બપોરે રહેશે તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં વરસાદને લઈ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી કમોસમી વરસાદ નહીં પડે.
ગુજરાતમાં ગુલાબી ઠંડીની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અમરેલી,આણંદ, ભરૂચ, બોટાદ, જામનગર, દેવભૂમિ દ્વારકા, રાજકોટ, વડોદરા સહિતના જિલ્લાઓમાં 16 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ કચ્છ, મહીસાગર, પાટણ સહિતના જિલ્લાઓમાં 14 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. આ ઉપરાંત અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, જુનાગઢ, મોરબી, મહેસાણા, પંચમહાલ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 15 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
'ભાજપ નેતા' ભરત ડાંગરના ભાઈની કરજણમાં ગુંડાગીરી - જુઓ Video
સુરતમાં 25 લાખની નવી ટાંકીમાં પડ્યા ભ્રષ્ટાચારના 'મોટા હોલ'! જુઓ Video
ઉમરગામમાં વૃદ્ધાને બંધક બનાવી હથિયારબંધ લૂંટ
31મીએ પીએમ મોદી આવશે ગુજરાત, કોબા, સાણંદ, ડીસામાં સંબોધશે જાહેરસભા

