AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જામનગર: નરારામાં 16 હજારથી વધુ પરવાળાને 5 કિમી દૂર સ્થળાંતર કરવામાં મળી સફળતા- જુઓ તસવીરો

જામનગર: રાજ્યના એક માત્ર જામનગર-દેવભૂમિ દ્વારકા જીલ્લામાં આવેલ મરીન નેશનલ પાર્કમાં કોરલનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. જાહેર ક્ષેત્રની ઓઈલ કંપનીની ચાર દાયકા જૂની પાઈપ લાઈન બદલવાની કામગીરીના કારણે કોરલનું સ્થળાંતર કરવામાં આવ્યું. દરિયાઈ સપાટી અને નીચેથી કોરલને સલામત રીતે કાઢી મરીન નેશનલ પાર્કની અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું. પોણા ત્રણ વર્ષ સુધી ચાલેલી આ કામગીરી રાજ્યની પ્રથમ ઘટના છે.

Divyesh Vayeda
| Edited By: | Updated on: Feb 23, 2024 | 4:39 PM
Share
ભારતનું પ્રથમ દરિયાઈ વન્યજીવ અભયારણ્ય અને પ્રથમ મરીન નેશનલ પાર્ક જામનગર જીલ્લાના દરિયા કિનારે આવેલું છે. આ મરીન નેશનલ પાર્કને વર્ષ 1980 અને 1982માં કચ્છના અખાતમાં બનાવવામાં આવ્યું. આ અભયારણ્ય 458 ચોરસ કિમીમાં ફેલાયેલું છે, જેમાંથી ઉદ્યાન 163 ચોરસ કિમીને આવરી લે છે. તે જામનગર- દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઉત્તર કિનારે અને કચ્છના દક્ષિણ કિનારે 42 ઉષ્ણકટિબંધીય ટાપુઓનો દ્વીપસમૂહ છે. જ્યાં દરિયાઈ વન્યજીવ અભયારણ્ય કોરલ એટલે કે પરવાળાના સમૂહ આવેલ છે. અહી પિરોટન, નરારા, અજાડ અને પોસીત્રા ટાપુઓ પર કેટલાક શ્રેષ્ઠ કોરલ રીફ જોવા મળે છે.

1 / 5
અહી ઇન્ટર ટાઈડલ એટલે કે દરિયાની અંદરના કોરલ (પરવાળા) અને સબ ટાઈડલ એટલે કે દરિયાઈ સપાટી પરના એમ બે પ્રકારના કોરલ જોવા મળે છે. અહી કોરલની 52 પ્રજાતિઓ જોવા મળી છે. જેમાંથી 42 સખત અને 10 નરમ છે. કોરલ લાખો રંગબેરંગી નાના પ્રાણીઓથી બનેલું છે. જેને પોલીપ્સ કહેવાય છે. વિવિધ પ્રકારના રસપ્રદ આકારો અને રચનાઓથી આચ્છાદિત પોલિપ્સ શ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢે છે, વર્તમાન સમયમાં સલામતી અને સવર્ધન માટે નેશનલ પાર્કથી નેશનલ પાર્કમાં જ  કોરલ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું

2 / 5
રાષ્ટ્રીય દરિયાઈ વન્યજીવ અભયારણ્યમાં સલાયાથી મથુરા સુધીની અન્ડર ગ્રાઉન્ડ પાઈપ લાઈન પસાર કરવામાં આવી છે. ચાર દાયકા પૂર્વેની આ લાઈન બદલવાની હોવાથી અહીની 16 હજાર કોરલ સામે ખતરો ઉભો થયો. સદીઓથી અસ્તિત્વ ધરાવતી આ કોરલને ઉગારી લેવા ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા અને મરીન ફોરેસ્ટ વિભાગ દ્વારા વર્ષ 2021માં કોરલ રી લોકેટ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો અને કામગીરી શરુ કરવામાં આવી.

3 / 5
જામનગર જીલ્લામાં સિક્કા રેંજ તાબાના નરારા ટાપુના રીફ વિસ્તારમાંથી કોરલને સ્થળાંતર કરવાની કામગીરી પોણા ત્રણ વર્ષ સુધી ચાલી. કુલ પાંચ કિમીના વિસ્તારમાં દરિયાની ઉપરની સપાટી અને નીચેના ભાગથી આ કામગીરી કરવામાં આવી. રાજ્યના ઈતિહાસમાં પ્રથમ વખત કોરલનું ટ્રાન્સપ્લાન્ટ હાથ ધરવામાં આવ્યું. નરારા ટાપુ આસપાસના વિસ્તારમાંથી 16 હજાર કોરલને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા અને નરારાથી પાંચ કિમી દુર નેશનલ પાર્કના જ અન્ય જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યું.

4 / 5
પોણા ત્રણ વર્ષની કામગીરી દરમિયાન કોરલની જુદી જુદી દસ પ્રજાતિઓના 16 હજાર કોરલનું રીલોકેસન કરવામાં આવેલ.સ્થળાંતર કરાયા બાદ આ વિસ્તાર મરીન ફોરેસ્ટની દેખરેખ હેઠળ છે. હાલ આ કોરલનો સારો વિકાસ થઇ રહ્યો છે એમ મરીન ફોરેસ્ટ તંત્રનું કહેવું છે. ઝૂઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાની ટીમના અનુભવી સ્કૂબા ડાઈવરો દ્રારા આ પ્રોજેકટને સફળતા મળી છે. આ પહેલા 2018માં કોરલની એક જાતિના નાના સમુહને સ્થળાંતર કરવામાં સફળતા મળી હતી. જે બાદ આ ભારતના સૌથી મોટા પ્રમાણમાં પરવાળાને જીવંત મૂળ સ્વરૂપમાં રાખીને સ્થળાંતર કરવાના પ્રોજેકટને સફળતા મળી છે.

5 / 5
દૂષિત પાણીનો કહેર, ઉધનાના અમૃતનગરમાં રોગચાળાના ભયથી સ્થાનિકોમાં ફફડાટ

AAP ધારાસભ્ય ચૈતર વસાવાનો આકરો અંદાજ, અમારી સરકાર બનશે એવો દાવો કર્યો

ત્યજી દેવાયેલી દીકરીને સુરત પોલીસે અપનાવી, કર્યું નામકરણ

ઉત્તરાયણમાં પતંગ રસિયાઓ માટે સારા સમાચાર - જુઓ Video

નીતિન પટેલે ગઝનીની સરખામણી કુતરા સાથે કરી- જુઓ Video

સ્વર્ગસ્થ ફિલ્મ અભિનેત્રી પરવીન બાબીનો જૂનાગઢમાં આવેલ મહેલ તોડી પડાયો!

Breaking News: કાઈટ ફેસ્ટીવલમાં વડાપ્રધાન મોદી બન્યા પતંગબાજ

ખર્ચાઓ પર નિયંત્રણ રાખવાનો પ્રયાસ કરો, જીવનસાથી તરફથી વધુ ટેકો મળશે

PM મોદીના હસ્તે નવા મેટ્રો સ્ટેશનનું લોકાર્પણ - જુઓ Video

સુરતમા અસલીના નામે નકલી ટાયર ટ્યુબ બનાવવાનું કૌભાંડ ઝડપાયું

g clip-path="url(#clip0_868_265)">