બટાકા વડામાંથી નીકળ્યો ‘વંદો’, આણંદના ભજીયા હાઉસ સામે ગ્રાહકે કર્યા ગંભીર આરોપ, જુઓ Video
આણંદ જિલ્લાના વિદ્યાનગર–બાકરોલ સ્ક્વેર નજીક આવેલી એક લોકપ્રિય નાસ્તાની દુકાનમાં નાસ્તો કરવા આવેલા ગ્રાહકને કડવો અનુભવ થયો હોવાનો આરોપ સામે આવ્યો છે. ગ્રાહકનો દાવો છે કે તેણે શ્રી ભગવતી ભજીયા હાઉસમાંથી બટાકાવડા ઓર્ડર કર્યા હતા, પરંતુ નાસ્તો કરતી વખતે બટાકાવડામાંથી વંદો નીકળતાં તે ચોંકી ઉઠ્યો હતો.

ગ્રાહકના જણાવ્યા મુજબ નાસ્તો જોતાં જ બટાકાવડામાં વંદો દેખાતાં આસપાસ હાજર અન્ય ગ્રાહકો પણ ચોંકી ગયા હતા. ઘટનાને પગલે સ્થળ પર ગંભીર માહોલ સર્જાયો હતો. ગ્રાહકે દુકાન સંચાલકને ફરિયાદ કરતાં મામલો ગરમાયો હતો.
ગુણવત્તા બાબતે ગંભીર બેદરકારી
ગ્રાહકનું કહેવું છે કે ખોરાકની સ્વચ્છતા અને ગુણવત્તા બાબતે ગંભીર બેદરકારી દાખવવામાં આવી છે. જાહેર સ્થળોએ વેચાતા ખોરાકમાં આવી ઘટનાઓ આરોગ્ય માટે જોખમી હોવાનું તેણે જણાવ્યું હતું. બીજી તરફ, દુકાન તરફથી આક્ષેપોને લઈને સ્પષ્ટ જવાબ આપવામાં આવ્યો નથી, પરંતુ ઘટના અંગે તપાસ કરવાની વાત કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.
આ ઘટનાએ ફરી એક વખત ફૂડ સેફ્ટી અને હાઈજિન અંગે પ્રશ્નો ઊભા કર્યા છે. શહેરમાં રોજબરોજ મોટી સંખ્યામાં લોકો નાસ્તા માટે આવા ભજીયા હાઉસમાં આવે છે. ત્યારે ખોરાકમાં જીવાત નીકળવાની ઘટના ગંભીર ચિંતા જગાવનારી છે. સ્થાનિક નાગરિકોએ ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા કડક તપાસ અને કાર્યવાહી કરવાની માગ ઉઠાવી છે.