તાપસી પન્નુ એક પછી એક ફિલ્મોમાં પોતાની એક્ટિંગથી કમાલ રહી છે. ત્યારે તાપસીએ હાલ તેની આગામી ફિલ્મ વો લડકી હૈ કહાંનું પોસ્ટર રિલીઝ કર્યુ છે. આ પોસ્ટર શેર કરતા તાપસીએ લખ્યું, પ્રતિક ગાંધી સાથે મળીને હું તેમની દુલ્હન શોધી રહી છું. આ એક કોમેડી ડ્રામા ફિલ્મ છે.
આ ફિલ્મ વિશે જણાવતા તાપસીએ કહ્યું કે, ફિલ્મમાં મારું એક સ્ટ્રોંગ અને મનોરંજક પાત્ર છે, તેથી હું ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છું.
તમને જણાવી દઈએ કે, તાપસીએ તાજેતરમાં જ ફિલ્મ શાબાશ મિથુનું શૂટિંગ પૂરું કર્યું છે. આ ફિલ્મમાં તાપસી મિતાલી રાજનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મ આવતા વર્ષે રિલીઝ થશે.
તાપસી ટૂંક સમયમાં તેલુગુ ફિલ્મમાં પણ જોવા મળશે. થોડા દિવસો પહેલા તેણે ફિલ્મ મિશન ઈમ્પોસિબલની જાહેરાત કરી હતી.
આ સિવાય તાપસી દોબારા, લૂપ લપેટા અને બ્લર જેવી ફિલ્મોમાં પણ જોવા મળશે.