રાહુલ ગાંધી છે સ્માર્ટ ઇન્વેસ્ટર, મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોમાં છે આ મહત્વના ફંડ
રાહુલ ગાંધીના પોર્ટફોલિયોમાં વિવિધ કંપનીઓના શેરો ઉપરાંત ઈક્વિટી અને હાઈબ્રિડ મ્યુચ્યુઅલ ફંડનો પણ સમાવેશ થાય છે. તેમના મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયોનું મૂલ્ય આશરે રૂ. 3.82 કરોડ છે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુધવારે કેરળના વાયનાડમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવી હતી, જ્યાંથી તેઓ વર્તમાન સાંસદ છે. રાહુલ ગાંધી દ્વારા દાખલ કરાયેલી એફિડેવિટ મુજબ, તેમનું શેરબજારમાં 4.3 કરોડ રૂપિયાનું રોકાણ છે, મ્યુચ્યુઅલ ફંડમાં 3.81 કરોડ રૂપિયા અને બેંક ખાતામાં 26.25 લાખ રૂપિયા જમા છે.

53 વર્ષીય નેતાએ નાણાકીય વર્ષ 2022-23 દરમિયાન રૂ. 55,000 રોકડ અને રૂ. 1,02,78,680 (રૂ. 1.02 કરોડ)ની કુલ આવક પણ જાહેર કરી હતી. રાહુલ ગાંધી પાસે 15.2 લાખ રૂપિયાના ગોલ્ડ બોન્ડ પણ છે. તેમણે રાષ્ટ્રીય બચત યોજનાઓ, પોસ્ટલ બચત અને વીમા પોલિસીમાં રૂ. 61.52 લાખનું રોકાણ કર્યું છે.


મ્યુચ્યુઅલ ફંડ પોર્ટફોલિયો- HDFC સ્મોલકેપ રેગ-જી: રૂ. 1.23 કરોડ, ICICI Pru Regular Savings-G: રૂ. 1.02 કરોડ, PPFAS FCF D ગ્રોથ: 19.76 લાખ, HDFC MCOP DP GR: 19.58 લાખ, ICICI EQ&DF F ગ્રોથ: 19.03 લાખ,HDFC સ્મોલકેપ DP GR: રૂ. 17.89 લાખ, HDFC હાઇબ્રિડ ડેટ ફંડ જી: રૂ. 79 લાખ

આ સિવાય રાહુલ ગાંધીએ ઈન્સ્યોરન્સ પોલિસી, નેશનલ સેવિંગ્સ સ્કીમ, પોસ્ટલ સેવિંગ્સ અને આવા અન્ય વિકલ્પોમાં રોકાણ કર્યું છે અને તેમની વર્તમાન કિંમત 61.52 લાખ રૂપિયા છે. તેમની પાસે 55,000 રૂપિયા રોકડ છે, જ્યારે તેમની પાસે 26.25 લાખ રૂપિયાની બેંક ડિપોઝિટ છે.






































































