હવે તમારૂ બાઈક કે સ્કુટર સ્લિપ નહીં થાય, આ 5 સસ્તી બાઇકમાં લાગશે સેફ્ટી ફીચર
ભારતમાં ખરાબ રસ્તા કે બાઈક-સ્કુટર ચાલકની ભૂલને કારણે સ્લિપ થવાના કિસ્સા બની રહ્યાં છે. જો કે હવે આ સમસ્યાનો કાયમી ઉકેલ શોધી લેવાયો છે. આગામી વર્ષથી દરેક બાઇક અથવા સ્કૂટરમાં એક સેફિટી ફિચર લાગુ પડશે. જે બાઈક - સ્કુટર ચાલકને રોડ ઉપર સ્લિપ થતા અટકાવશે. 1 જાન્યુઆરી, 2026 થી ભારતમાં તમામ ટુ-વ્હીલરમાં ABS એટલે કે એન્ટિ-લોક બ્રેકિંગ સિસ્ટમ ફરજિયાત બની ગઈ છે. એટલે કે, હવે તમને દરેક બાઇક અથવા સ્કૂટરમાં આ સેફ્ટી ફીચર મળશે. જોકે, વાહનોની કિંમત થોડી વધશે.

Hero Xtreme 125R : હીરોની આ સૌથી નાની Xtreme બાઇક હવે રૂપિયા 1 લાખથી થોડી ઉપર છે. પહેલા તેની કિંમત રૂપિયા 99,500 હતી, પરંતુ તાજેતરમાં તેમાં રૂપિયા 1,600નો વધારો થયો છે. તેમ છતાં, તે બજાજ પલ્સર NS125 કરતા ₹5,000 સસ્તી છે. આ હાલમાં ભારતમાં સૌથી સસ્તી ABS બાઇક છે.

બજાજ પલ્સર NS125 : બજાજે તાજેતરમાં આ મોડેલને ABS સાથે અપડેટ કર્યું છે. બેઝ વેરિઅન્ટ રૂપિયા 1 લાખથી શરૂ થાય છે, પરંતુ રૂપિયા 7,000 વધુ કિંમતે, તમને ટોપ વેરિઅન્ટ 'LED BT ABS' મળે છે, જેમાં ABS, ઓલ-LED હેડલાઇટ, ડિજિટલ કન્સોલ અને બ્લૂટૂથ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. આ પહેલી 125cc પલ્સર છે જેમાં ABS છે.

હીરો એક્સ્ટ્રીમ 160R 2V : આ બાઇક હલકી, ઇંધણ-કાર્યક્ષમ અને આર્થિક માનવામાં આવે છે. રૂપિયા 1.12 લાખની કિંમતે, તે આ યાદીમાં પણ સામેલ છે. ભારતમાં 150-160cc સ્પોર્ટી કોમ્યુટર સેગમેન્ટમાં તે હીરોની નવીનતમ એન્ટ્રી છે. આ મોટરસાઇકલ હવે બંધ કરાયેલી Xtreme Sports ની જગ્યાએ રજૂ કરવામાં આવી છે.

બજાજ પલ્સર 150 : આ ક્લાસિક પલ્સર મોડેલ 20 વર્ષથી વધુ સમયથી બજારમાં છે. નવી પલ્સર NS અને N શ્રેણી હોવા છતાં, તેની ઓળખ અને લોકપ્રિયતા હજુ પણ અકબંધ છે. બજાજ પલ્સર ૧૫૦ ભારતમાં સૌથી વધુ વેચાતી ૧૫૦ સીસી કોમ્યુટર બાઇક્સમાંની એક છે. જૂની હોવા છતાં, આ બાઇક મસ્ક્યુલર સ્ટાઇલ, સારી માઇલેજ અને બજેટ ફ્રેન્ડલી છે.

બજાજ પલ્સર N150 : બજાજ દ્વારા તાજેતરમાં લોન્ચ કરાયેલી આ બાઇકમાં બેઝ વેરિઅન્ટથી જ ડ્યુઅલ-ચેનલ ABS છે. તેમાં LED પ્રોજેક્ટર હેડલાઇટ, ડિજિટલ ડિસ્પ્લે, બ્લૂટૂથ કનેક્ટિવિટી જેવી સુવિધાઓ છે. આ ઓછી કિંમતે આધુનિક દેખાવ અને સલામતી ધરાવતી બાઇક છે. તેની કિંમત રૂપિયા 1.14 લાખથી શરૂ થાય છે.
ઓટોમોબાઈલ ઉદ્યોગમાં વાહનોની ડિઝાઇન, ઉત્પાદન, માર્કેટિંગ અને વેચાણનો સમાવેશ થાય છે. Automobile ના આવા અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો.