સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ પ્રસંગે ગૃહમંત્રી અમિત શાહે કેમ કહ્યુ “થોડુ વાતાવરણ પણ બગડતુ જાય છે અને આંધી આવે છે”- જુઓ VIDEO
કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે આજે અમદાવાદમાં સ્માર્ટ સ્કૂલના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમના સંબોધનમાં અમિત શાહે કહ્યુ કે મિત્રો થોડુ વાતાવરણ પણ બગડતુ જાય છે અને આંધી આવે છે... આવુ કહી તેઓ હળવા મૂડમાં જણાયા હતા અને હસવા લાગ્યા હતા.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે અમદાવાદમાં 36.44 કરોડના ખર્ચે તૈયાર થયેલી 30 સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યુ હતુ. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત 30 પ્રાથમિક સ્કૂલનુ સ્માર્ટ સ્કૂલમાં રૂપાંતર કરાયુ છે. આ સ્માર્ટ સ્કૂલોનું આજે અમિત શાહે લોકાર્પણ કર્યુ. આ પ્રસંગે તેમના સંબોધનમાં અમિત શાહે હળવા અંદાજમાં સૂચક નિવેદન કર્યુ. શાહે કહ્યુ હાલ થોડુ વાતાવરણ પણ બગડતુ જાય છે અને આંધી આવે છે. આટલુ બોલીને તેઓ હસવા લાગ્યા હતા. જો કે અમિત શાહે આ નિવેદન હાલ રાજ્યમાં ચોમાસાની સિઝનને લઈને આપ્યુ પરંતુ અમિત શાહ જેવા મોટા ગજાના નેતાનું કોઈ નિવેદન એમ જ નથી હોતુ. 4 જૂને ચૂંટણી પરિણામો આવ્યા બાદ જે પ્રકારે વિપક્ષ વધુ મજબુત થયો છે અને વધુ તાકાતવર જણાઈ રહ્યો છે.આ પરિસ્થિતિમાં શાહનું આ નિવેદન ઘણુ સૂચક છે.
આજે અમદાવાદમાં અમિત શાહે વસ્ત્રાપુરમાં સરકારી વસાહત ખાતે સ્કૂલની મુલાકાત પણ લીધી હતી. તો ગાંધીનગર મતવિસ્તારમાં AMC સંચાલિત સ્માર્ટ સ્કૂલોની મુલાકાત લીધી. સ્માર્ટ સ્કૂલોના લોકાર્પણ કાર્યક્રમમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી ઉપસ્થિત રહ્યા હતા. સ્માર્ટ સ્કૂલોની મુલાકાત બાદ અમિત શાહની નારણપુરામાં જાહેર સભા યોજાઈ હતી.
આ પણ વાંચો: NEETની પરીક્ષામાં ગેરરીતિ સામે ગુજરાત કોંગ્રેસ આકરા પાણીએ, નક્લી ચલણી નોટો ઉડાડી કર્યા ઉગ્ર દેખાવ- VIDEO