AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs NZ : વિરાટ કોહલીના આઉટ થતાં જોઈ અનુષ્કા શર્માએ માથું પકડી લીધુ, જુઓ વીડિયો

વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્મા દુબઈમાં મેચ જોવા માટે આવી હતી. વિરાટ કોહલી આઉટ થતા વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનું રિએક્શન સોશિયલ મીડિયા પર વાયરલ થયું છે.વિરાટ કોહલી 300મી વનડેમાં ફ્લોપ રહ્યો છે.

IND vs NZ  : વિરાટ કોહલીના આઉટ થતાં જોઈ અનુષ્કા શર્માએ માથું પકડી લીધુ, જુઓ વીડિયો
| Updated on: Mar 02, 2025 | 3:41 PM
Share

દુબઈમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચ શરૂ થઈ ગઈ છે. ભારતીય કેપ્ટન રોહિત શર્મા સતત 10મી વખત ODIમાં ટોસ હાર્યો છે. કિવી ટીમના કેપ્ટન મિશેલ સેન્ટનરે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી.વિરાટ કોહલી 300મી વનડેમાં ફ્લોપ રહ્યો હતો. ગ્લેન ફિલિપ્સ તેનું સૌથી મોટું કારણ છે. તેણે અદ્દભૂત કેચ લીધો, જેના કારણે કોહલીએ માત્ર 11 રન બનાવીને પેવેલિયન પરત ફરવું પડ્યું.ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સે પોતાના કેચથી બધાને ચોંકાવી દીધા છે.ખાસ વાત એ હતી કે ગ્લેન ફિલિપ્સે માત્ર 0.61 સેકન્ડમાં વિરાટનો કેચ પકડ્યો હતો.

અનુષ્કા શર્માને પણ તેનો કેચ લેતા જોઈને વિશ્વાસ ન થયો. હવે તેની પ્રતિક્રિયા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

ન્યુઝીલેન્ડ વિરુદ્ધ વિરાટ કોહલીને કેચ આઉટ થતા જોય અનુષ્કા શર્માએ માથું પકડી લીધું હતુ. દુબઈના મેદાન પર વિરાટ કોહલી 300મી વનડે મેચ રમવા પર ચાહકોને તેની પાસે મોટી ઈનિગ્સની આશા હતી. ન્યુઝીલેન્ડના ફીલ્ડર ગ્લેન ફિલિપ્સે તેનો શાનદાર કેચ લીધો હતો. આ કેચ જોઈ સૌ કોઈ હેરાન રહી ગયા હતા.વિરાટ કોહલી પોતાની 300મી વનડેમાં 14 બોલમાં 11 રન બનાવી આઉટ થયો છે.

View this post on Instagram

A post shared by ICC (@icc)

ટીમ ઈન્ડિયા ચેમ્પિયન્સ ટ્રોફી 2025ના ગ્રુપ સ્ટેજમાં ન્યૂઝીલેન્ડ સામે તેની છેલ્લી મેચ રમી રહી છે. દુબઈના દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે.ગ્લેન ફિલિપ્સ તેની શાનદાર ફિલ્ડિંગ માટે જાણીતો છે અને આ મેચમાં પણ તેણે પોતાના શાનદાર કેચથી બધાને ચોંકાવી દીધા હતા.

30 રનમાં ભારતને 3 ઝટકા લાગ્યા

વિરાટ કોહલી આઉટ થતા ભારતીય ટીમને ત્રીજો ઝટકો લાગ્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાને શુભમન ગિલ અને રોહિત શર્મા આઉટ થયા હતા. ટીમ ઈન્ડિયાના ત્રણ ટોપ ઓર્ડર બેટ્સમેન રોહિત શર્મા, શુભમન ગિલ અને વિરાટ કોહલી આઉટ થઈ ગયા છે.ટોપ ઓર્ડરમાં 3 વિકેટ ભારતની 30 રન પર પડી હતી.

સેમીફાઈનલમાં કોણ કોની સામે ટકરાશે? જો ભારત ન્યુઝીલેન્ડને હરાવી ટોપ પર રહે છે તો તેનો સામનો ઓસ્ટ્રેલિયા સામે થશે. અને જો તે ન્યુઝીલેન્ડ સામે હારી જશે તો તેનો સામનો સાઉથ આફ્રિકા સામે થશે.

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">