2 March 2025

Phoneનું પાવર બટન કામ નથી કરતુ? તો આ જુગાડુ ટ્રિકથી ફોન કરો અનલોક

Pic credit - Meta AI

જો તમારા સ્માર્ટફોનનું પાવર બટન કે જેનાથી તમે ફોન ઓન-ઓફ કરી શકો છો તે કામ કરવાનું બંધ કરી દે તો તેને ઓપરેટ કરવું ખૂબ મુશ્કેલ બની જાય છે. 

Pic credit - Meta AI

આમ તો ફોનને રિપેર કરાવ્યા પછી જ તે ફોનનું બટન ઠીક થઈ શકે છે. પરંતુ આમાં આપણો ઘણો સમય અને પૈસા વેડફાઈ જાય છે.

Pic credit - Meta AI

ત્યારે તમારા સમય અને પૈસાના વેડફાઈ ના જાય તેના માટે અમે તમને એક ટ્રિક જણાવીશું, જેની મદદથી ફોનનું પાવર બટન ખરાબ હોવા છતા તમે તમારો ફોન અનલોક કરી શકો છો

Pic credit - Meta AI

ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરો, દરેક ફોનમાં હવે ફિંગરપ્રિન્ટ ઓપ્શન આવે છે જેથી તમે આંગળીની મદદથી ફોન અનલૉક કરી શકો છો.

Pic credit - Meta AI

ફોન સેટિંગ્સમાં જઈ Double Tap to turn off ઓપ્શનને ઓન કરી દો, જેનાથી સ્ક્રીન ઓન થશે અને હવે તમે પાસવર્ડ કે પીનથી ખોલી શકો છો

Pic credit - Meta AI

વેકઅપ જેસ્ચર ફીચર્સનો ઉપયોગ કરો, ટેપ ટુ વેક નામનું આ ફીચર તમને ફોનના સેટિંગમાં જોવા મળશે, તેનાથી પણ ફોન અનલોક કરી શકો છો

Pic credit - Meta AI

ફેસ સ્કેન કે સ્વાઈપ અપનો ઉપયોગ કરીને પણ ફોન અનલોક કરી શકો છો તેના માટે સેટિંગ્સમાં જઈને સેટ કરવું પડશે

Pic credit - Meta AI

આ સિવાય જો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હોય અને પાવર બટન કામ ના કરે તો પહેલા ફોનને ચાર્જમાં લગાવો અને વોલ્યુમ ડાઉન બટને લોન્ગ પ્રેસ કરો

Pic credit - Meta AI

આમ કરવાથી ફોન સ્વિચ ઓફ હશે તો પણ ઓન થઈ જશે અને હવે તમે તેને અનલોક કરી શકશો

Pic credit - Meta AI