જાણીતા સિંગર શંકર મહાદેવને આ વરરાજાને કેમ કહ્યુ, “મે જિંદગીમાં આવો વરરાજા નથી જોયો”- જુઓ Viral Video
આજકાલ લગ્ન પ્રસંગોમાં માહોલ બનાવવા અને રોનક વધારવા માટે લોકો કોઈ કસર બાકી રાખતા નથી. ડીજે, ઢોલ, નગારા, નાચ-ગાન કંઈ જ બાકી રાખવામાં આવતુ નથી. ક્યારેક આ ખુશીને બમણી કરવા માટે લોકો સેલેબ્રિટીને પણ આમંત્રિત કરતા હોય છે. પરંતુ ક્યારેક ક્યારેક ત્યાં એવો માહોલ બની જાય છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય છે.

આજકાલ સોશિયલ મીડિયા પર એક લગ્ન પ્રસંગનો વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમા જાણીતા સિંગર અને સંગીતકાર શંકર મહાદેવન પહોંચ્યા હતા. સ્ટેજ પર જ્યારે તેઓ ગાવા માટે પહોંચ્યા ત્યારે વરરાજા તેમની પાસે આવ્યો અને કહ્યુ કે હું તમારો ડાયહાર્ડ ફેન છું. ત્યારે શંકર મહાદેવને તેની સાથે તાલ મિલાવવા માટે વરરાજાને ચેલેન્જ કરી અને તેમનું પ્રખ્યાત બ્રેથલેસ સોંગ તેમની સાથે ગાવા માટે કહ્યુ. એ સમયે શંકરજીને અંદાજો પણ નહીં હોય કે વરરાજા ખુદ એક સારો સિંગર કમ આર્ટિસ્ટ છે.
“મૈને અબ તક ઐસા દુલ્હા નહીં દેખા!”
વાત શંકર મહાદેવનના સૌથી વધુ પ્રખ્યાત અને સૌથી વધુ મુશ્કેલ બ્રેથલેસ સોંગ ગાવાની હતી. જેને એકી શ્વાસે ગાવામાં આવે છે. જ્યારે શંકર મહાદેવને વરરાજાને બ્રેથલેસ ગાવાની ચેલેન્જ કરી તો ત્યાં ઉપસ્થિત સહુ કોઈને લાગ્યુ કે વરરાજા માટે આ અત્યંત મુશ્કેલ ટાસ્ક બની જશે. પરંતુ જેવો વરરાજાએ સૂર પકડ્યો અને તેને બ્રેથલેસ ગાતો જોઈને સહુ મહેમાનોની આંખો પહોળી થઈ ગઈ. તેની ગજબની સિંગિગ જોઈ ખુદ શંકર મહાદેવન પણ દંગ રહી ગય અને તેમણે વરરાજા માટે કહ્યુ “મૈને આજ તક ઐસા દુલ્હા નહીં દેખા”
અહીં જુઓ વાયરલ વીડિયો
शादी समारोह के दौरान मशहूर गायक शंकर महादेवन ने दूल्हे से मजाकिया अंदाज में कहा कि वह उनका मशहूर गाना #Breathless गाए। वहां मौजूद मेहमान मुस्कुराते हुए इंतजार कर रहे थे, लेकिन जैसे ही दूल्हे ने गाना शुरू किया, सब हैरान रह गए! उसकी आवाज और अंदाज इतना जबरदस्त था कि खुद शंकर महादेवन… pic.twitter.com/DvlWsxA049
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) February 22, 2025
હાલ ઈન્ટરનેટ પર આ વીડિયો ખૂબ જોવાઈ રહ્યો છે. તેને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @WeUttarPradesh અકાઉન્ટ થી શેર કરવામાં આવ્યો છે જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં અલગ અલગ પ્લેટફોર્મ પર હજારોથી વધુ વાર શેર કરવામાં આવ્યો છે. વીડિયોની કોમેન્ટ્સની વાત કરીએ તો એક યૂઝરે લખ્યુ છે કે આવો વરરાજા દરેક લગ્નોમાં હોવો જોઈએ.