વરુણ ધવન
બોલિવૂડ એક્ટર વરુણ ધવનનો જન્મ 24 એપ્રિલ 1987ના રોજ પંજાબી પરિવારમાં થયો હતો. તેમના પિતા ડેવિડ ધવન એક ફિલ્મ નિર્દેશક છે અને માતાનું નામ કરૂણા ધવન છે. તેમણે નોટિંઘમ ટ્રેન્ટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ સ્ટડીઝમાં ગ્રેજ્યુએશન કર્યું છે. વરુણે વર્ષ 2010માં આવેલી ફિલ્મ માય નેમ ઈઝ ખાન પર કરણ જોહરના સહાયક દિગ્દર્શક તરીકે તેની કરિયરની શરૂઆત કરી હતી અને બાદમાં તેણે 2012માં કરણ જોહરના ટીનેજ ડ્રામામાં સ્ટુડન્ટ ઑફ ધ યરથી એક્ટિંગની શરૂઆત કરી હતી.
તેણે રોમેન્ટિક કોમેડી ફિલ્મ મૈં તેરા હિરોમાં લીડ ભૂમિકા ભજવી હતી તેમજ તેમણે હમ્ટી શર્મા કી દૂલ્હનિયા, બદ્રીનાથ કી દૂલ્હનિયા અને દિલવાલેમાં પણ કામ કર્યું છે. તેમણે ડાન્સ ફિલ્મ એબીસીડીમાં શ્રદ્ધા કપૂર સાથે અભિનય કર્યો હતો. તેણે જૂડવા 2માં પણ એક્ટિંગ કરી છે. તેણે મલ્ટી સ્ટારર મુવી કલંકમાં પણ મહત્વની ભૂમિકા નિભાવી છે.
વરૂણ ધવનને 24 જાન્યુઆરી 2021ના રોજ તેની ગર્લફ્રેન્ડ ફેશન ડિઝાઇનર નતાશા દલાલ સાથે લગ્ન કર્યા છે. સપ્ટેમ્બર 2014માં ધવન નવી રચાયેલી ઇન્ડિયન સુપર લીગ ક્લબ FC ગોવાના બ્રાન્ડ એમ્બેસેડર બન્યો છે. રીબોકે 2019માં કેટરિના કૈફ સાથે વરુણ ધવનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. લક્સ કોઝીએ પણ 2017માં વરુણ ધવનને તેના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા હતા. આમ તે ઘણી વસ્તુઓના બ્રાન્ડ એમ્બેસેડર રહી ચૂક્યા છે.