Asia Cup 2025 : પાકિસ્તાન સુપર-4 પહેલા જ થશે બહાર? PAK vs UAE મેચ અહીં જુઓ લાઈવ
PAK vs UAE Live Streaming : ગ્રુપ A ની આ મેચ નોકઆઉટ મેચ જેવી છે, જીતનારી ટીમ સુપર-4 માં પહોંચશે, જ્યારે હારનારી ટીમની સફર અહીં સમાપ્ત થશે. શું પાકિસ્તાનને UAE સામે અપસેટનો સામનો કરવો પડશે?

બુધવાર, 17 સપ્ટેમ્બર, એશિયા કપ 2025માં પાકિસ્તાન ક્રિકેટ ટીમ માટે છેલ્લો દિવસ સાબિત થઈ શકે છે. મોટી જીત સાથે ટુર્નામેન્ટની શરૂઆત કરનાર પાકિસ્તાન હવે સુપર-4 માં પહોંચવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

હવે આ ગ્રુપ સ્ટેજમાં તેનો છેલ્લો મુકાબલો છે અને આ મેચમાં તેનો સામનો UAE સામે થશે, જે પોતે સુપર-4 ની રેસમાં છે. આ મેચ જે પણ ટીમ જીતશે તે સુપર-4 માં જશે અને હારનારી ટીમની સફર સમાપ્ત થશે.

ભારત અને ઓમાનની સાથે, પાકિસ્તાન અને UAE પણ ગ્રુપ A માં છે. ટીમ ઈન્ડિયાએ આ ગ્રુપમાંથી તેની બંને શરૂઆતની મેચ જીતીને આગળના રાઉન્ડમાં જગ્યા બનાવી હતી, જ્યારે ઓમાન તેની બંને શરૂઆતની મેચ હારીને બહાર થઈ ગયું હતું.

UAE અને પાકિસ્તાન વચ્ચેની આ મેચ રાત્રે 8 વાગ્યે શરૂ થશે. આ મેચનો ટોસ અડધો કલાક પહેલા એટલે કે સાંજે 7:30 વાગ્યે થશે. ગ્રુપ A ની મોટાભાગની મેચોની જેમ આ મેચ પણ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં જ રમાશે.

આ મેચનું લાઈવ સ્ટ્રીમ ટીવી ચેનલ પર સોની સ્પોર્ટ્સ નેટવર્ક 1, 2, 3 અને 5 પર થશે અને મોબાઈલ પર ઓનલાઈન સોની લિવ એપ અને વેબસાઈટ પર જોઈ શકાશે. (All Photo Credit : PTI / GETTY)
એશિયા કપમાં સુપર 4 માં પહોંચવા UAE સામે પાકિસ્તાનનો કરો યા મારો મુકાબલો. પાકિસ્તાન ક્રિકેટ ટીમ સાથે જોડાયેલ તમામ સમાચાર વાંચવા અહી ક્લિક કરો
