India vs Pakistan, Asia Cup Final: પાકિસ્તાનને હરાવી ભારત એશિયા કપ 2025માં ચેમ્પિયન
India vs Pakistan LIVE Cricket Score Asia Cup 2025 Final in Gujarati : એશિયા કપ 2025 ના ફાઇનલમાં ભારત અને પાકિસ્તાન હવે આમને-સામને છે. ટુર્નામેન્ટમાં આ બંને ટીમો વચ્ચે આ ત્રીજો મુકાબલો છે. ભારતે અગાઉની બંને મેચ જીતી છે.

સપ્ટેમ્બરથી શરૂ થયેલી એશિયા કપ 2025 ની સફર હવે તેના અંતિમ તબક્કામાં છે. ટુર્નામેન્ટની અંતિમ મેચ, ટાઇટલ મેચ, શરૂ થવા જઈ રહી છે, જેમાં ભારત અને પાકિસ્તાન એકબીજાને પડકાર આપશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં આ પહેલી વાર છે જ્યારે ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. તેથી, એવું કહેવામાં આવી રહ્યું છે કે આવી ફાઇનલ પહેલી વાર થઈ રહી છે.
LIVE Cricket Score & Updates
-
ભારત એશિયા કપમાં ચેમ્પિયન
India vs Pakistan, Asia Cup Final: પાકિસ્તાનને હરાવી ભારત એશિયા કપ 2025માં ચેમ્પિયન, ભારતે નવમી વખત ટાઇટલ જીત્યું, રીંકુ સિંહે ચોગ્ગો ફટકારી ભારતને ચેમ્પિયન બનાવ્યું
-
ભારતને પાંચમો ઝટકો
ભારતને પાંચમો ઝટકો, શિવમ દુબે 33 રન બનાવી થયો આઉટ, ભારતને મેચ જીતવા અંતિમ ઓવરમાં 6 બોલમાં 10 રનની જરૂર
-
-
તિલક વર્માની દમદાર ફિફ્ટી
India vs Pakistan, Asia Cup 2025 : ભારતનો સ્કોર 100 ને પાર, તિલક વર્માની દમદાર ફિફ્ટી, તિલક વર્માએ મુશ્કેલ પરિસ્થિતિમાં સાતત્યપૂર્ણ બેટિંગનું પ્રદર્શન કરી વિકેટ ટકાવી રાખી અને હવે ભારતને જીતની તરફ લઈ જઈ રહ્યો છે.
-
ભારતનો સ્કોર 100 ને પાર
IND vs PAK Match : ભારતનો સ્કોર 100 ને પાર, તિલક વર્મા-શિવમ દુબેની આક્રમક બેટિંગ, બંનેએ સિક્સરો ફટકારી
-
સંજુ 24 રન બનાવી આઉટ
India vs Pakistan, Asia Cup Final : ભારતને ચોથો ઝટકો, સંજુ સેમસન 24 રન બનાવી આઉટ, અબરાર અહેમદે લીધી વિકેટ, મજબુત પાર્ટનરશીપ તૂટી
-
-
ભારતનો સ્કોર 50 ને પાર
IND vs PAK : ભારતનો સ્કોર 50 ને પાર, સંજુ સેમસન અને તિલક વર્માની મજબુત બેટિંગ, ત્રણ વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ બંનેએ ઈનિંગ સંભાળી.
-
ગિલ 12 રન બનાવી આઉટ
India vs Pakistan Final : ભારતને ત્રીજો ઝટકો, શુભમન ગિલ માત્ર 12 રન બનાવી થયો આઉટ, ફહીમ અશરફે લીધી વિકેટ
-
સુર્યા સસ્તામાં આઉટ
India vs Pakistan, Asia Cup 2025 : ભારતને બીજો ઝટકો, કેપ્ટન સુર્યકુમાર યાદવ માત્ર 1 રન બનાવી થયો આઉટ, શાહીન આફ્રીદીએ લીધી વિકેટ
-
ભારતને પહેલો ઝટકો
IND vs PAK Match : ભારતને પહેલો ઝટકો, અભિષેક શર્મા માત્ર 5 રન બનાવી થયો આઉટ, ફહીમ અશરફે લીધી વિકેટ
-
બાઉન્ડ્રી સાથે ભારતની શરૂઆત
India vs Pakistan, Asia Cup Final : બાઉન્ડ્રી સાથે ભારતની શરૂઆત, અભિષેક શર્માનો આક્રમક અંદાજ, શાહીન આફ્રીદીની બોલિંગમાં ફટકાર્યો ચોગ્ગો
-
ભારતને જીતવા 147 રનનો ટાર્ગેટ
India vs Pakistan, Asia Cup 2025 : પાકિસ્તાનની આખી ટીમ 147 રનમાં ઓલઆઉટ, ભારતને જીતવા 147 રનનો ટાર્ગેટ, કુલદીપ યાદવની 4 વિકેટ, વરુણ ચક્રવર્તી-અક્ષર પટેલ-જસપ્રીત બુમરાહની બે-બે વિકેટ
-
બુમરાહે રઉફને કર્યો બોલ્ડ
પાકિસ્તાનને નવમો ઝટકો, જસપ્રીત બુમરાહે હરિસ રઉફને કર્યો ક્લીન બોલ્ડ, પાકિસ્તાનના મિડલ અને લોવર ઓર્ડરની હાલત ખરાબ
-
એક ઓવરમાં ત્રણ ઝટકા
India vs Pakistan, Asia Cup Final : કુલદીપે એક જ ઓવરમાં પાકિસ્તાનને ત્રણ ઝટકા આપ્યા, આફ્રીદી-ફહીમ 0 પર આઉટ
-
કેપ્ટન સલમાન સસ્તામાં આઉટ
IND vs PAK : કુલદીપે કેપ્ટન સલમાનને બતાવ્યો પોવેલિયનનો રસ્તો, પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી, સંજુ સેમસને ફરી પકડ્યો જોરદાર કેચ
-
પાકિસ્તાનની અડધી ટીમ પોવેલિયન ભેગી
India vs Pakistan Final : પાકિસ્તાનની અડધી ટીમ પોવેલિયન ભેગી, અક્ષર પટેલે તલતને કર્યો સસ્તામાં આઉટ, સંજુ સેમસને જોરદાર કેચ પકડ્યો
-
વરુણ ચક્રવર્તીએ લીધી બીજી વિકેટ
India vs Pakistan, Asia Cup 2025 : ફખર ઝમાન 46 રન બનાવી આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી બીજી વિકેટ, કુલદીપની મજબુત કેચ
-
અક્ષરે અપાવી ત્રીજી સફળતા
IND vs PAK Match : અક્ષર પટેલે ભારતને અપાવી ત્રીજી સફળતા, મોહમ્મદ હરિસ 0 પર આઉટ, બે ઓવરમાં પાકિસ્તાનની બે વિકેટ ગઈ.
-
પાકિસ્તાનને બીજો ઝટકો
India vs Pakistan, Asia Cup Final : પાકિસ્તાનને બીજો ઝટકો, સૈમ અયુબ માત્ર 14 રન બનાવી થયો આઉટ, કુલદીપે લીધી વિકેટ, બુમરાહે પકડ્યો કેચ.
-
પાકિસ્તાનનો સ્કોર 100 ને પાર
12મી ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર 100 ને પાર, ફખર ઝમાન-સૈમ અયુબની મજબુત બેટિંગ, ચોગ્ગા-છગ્ગા ફટકારી રન ની ગતિ વધારી
-
પાકિસ્તાનને પહેલો ઝટકો
India vs Pakistan, Asia Cup 2025 : પાકિસ્તાનને પહેલો ઝટકો, સાહિબજાદા ફરહાન 57 રન બનાવી આઉટ, વરુણ ચક્રવર્તીએ લીધી વિકેટ, તિલક વર્માએ પકડ્યો કેચ
-
સાહિબજાદાની ફિફ્ટી
સાહિબજાદાની ફિફ્ટી, પાકિસ્તાન મજબૂત સ્થિતિમાં, ઓપનરોએ પાકિસ્તાનને જોરદાર શરૂઆત અપાવી
-
પાકિસ્તાનનો સ્કોર 50 ને પાર
પાકિસ્તાનનો સ્કોર 50 ને પાર, ઓપનરોની આક્રમક બેટિંગ, ફખર ઝમાન અને સાહિબજાદાની દમદાર બેટિંગ, કુલદીપની બોલિંગમાં જોરદાર સિકદર ફટકારી.
-
બુમરાહની મોંઘી બોલિંગ
બુમરાહની મોંઘી બોલિંગ, પાકિસ્તાનની મજબૂત શરૂઆત, બુમરાહની બોલિંગમાં પાકિસ્તાની ઓપનરોએ ફટકારી સિક્સર અને ફોર.
-
બે ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી
ફખર ઝમાન અને સાહિબજાદા ની ઓપનિંગ જોડી મેદાનમાં. પહેલી ઓવર શિવમ દુબે બોલિંગ કરી. બીજી ઓવરમાં બુમરાહે ફેંકી ઓવર. બંને ઓવરમાં આવી બાઉન્ડ્રી.
-
પિચ રીપોર્ટ
પિચની વાત કરીએ તો, પીછો કરવો સરળ છે, તેથી જ સૂર્યાએ ટોસ જીતીને પહેલા ફિલ્ડિંગ કરવાનું પસંદ કર્યું. પિચ પર ખૂબ ઓછું ઘાસ છે, તેથી બોલ ઝડપથી બેટ પર આવશે નહીં. જોકે, ભારત હંમેશા પાકિસ્તાન સામે સ્કોરનો પીછો કરવામાં સફળ રહ્યું છે.
-
પાકિસ્તાનની પ્લેઈંગ ઈલેવન
સાહિબજાદા ફરહાન, ફખર ઝમાન, સૈમ અયુબ, સલમાન આગા, હુસૈન તલત, મોહમ્મદ હરિસ, મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને અબરાર અહેમદ
-
ભારતની પ્લેઈંગ ઈલેવન
અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, સંજુ સેમસન, શિવમ દુબે, રિંકુ સિંહ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી.
-
હાર્દિક પંડ્યા નહીં રમે
ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાને પાછલી મેચમાં થયેલી ઈજાને કારણે ફાઇનલમાંથી બહાર કરવામાં આવ્યો છે.
-
ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી
India vs Pakistan, Asia Cup Final : ભારતે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, પાકિસ્તાન પહેલા કરશે બેટિંગ
-
IND vs PAK: દુબઈ હવામાન સ્થિતિ
India vs Pakistan, Asia Cup 2025 : AccuWeather મુજબ, 28 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં તાપમાન 42°C ની આસપાસ રહેવાની ધારણા છે. ભેજ, ભારે પવન અને સૂર્યપ્રકાશને કારણે ગરમીનો અનુભવ થઈ શકે છે. જોકે, સાંજનું તાપમાન 31°C સુધી પહોંચી શકે છે. સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઝાકળની અસર ઓછી રહી.
-
ટીમ ઈન્ડિયા સ્ટેડિયમ પહોંચી
IND vs PAK Match : પાકિસ્તાન સામે એશિયા કપ 2025 ની ફાઇનલ મેચ પહેલા ભારતીય ટીમ દુબઈ ઈન્ટરનેશનલ સ્ટેડિયમ પહોંચી ગઈ છે. મેચ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે અને ટોસ સાંજે 7:30 વાગ્યે થશે.
VIDEO | Indian team arrives at the Dubai International Stadium ahead of their Asia Cup 2025 final against Pakistan. #AsiaCup2025 #INDvsPAK
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/Zr5u6QHevH
— Press Trust of India (@PTI_News) September 28, 2025
-
IND vs PAK: 30 વર્ષ પછી ઇતિહાસનું પુનરાવર્તન કરવાની તક
IND vs PAK : 1995પછી પહેલી વાર ભારત પાસે રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના એશિયા કપ જીતવાની તક હશે. છેલ્લી વખત ભારતે 1995માં રોહિત શર્મા અને વિરાટ કોહલી વિના એશિયા કપ જીત્યો હતો. તે સમયે બંને ખેલાડીઓએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ પણ કર્યો ન હતો.
-
ટીમ ઈન્ડિયાની નજર નવમીવાર ચેમ્પિયન બનવા પર
આ એશિયા કપની 17મી આવૃત્તિ છે. ટીમ ઈન્ડિયા તેના નવમા ખિતાબનું લક્ષ્ય રાખશે. ભારતે 1984, 1988, 1990-91, 1995, 2010, 2016, 2018 અને 2023માં આ ખિતાબ જીત્યો છે.
-
એશિયા કપમાં ભારત-પાકિસ્તાનનો રેકોર્ડ
ભારત અને પાકિસ્તાન એશિયા કપમાં કુલ 22મી વખત એકબીજા સામે ટકરાશે. અગાઉના 21 મુકાબલામાંથી, ભારતે 12 જીત મેળવી છે, જ્યારે પાકિસ્તાને 6 જીત મેળવી છે. ત્રણ મેચ ડ્રો રહી છે.
-
ભારત vs પાકિસ્તાન
ભારત અને પાકિસ્તાન વચ્ચે એશિયા કપ 2025 ની ફાઈનલ મેચ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાશે. મેચ રાત્રે 8:00 વાગ્યે શરૂ થશે, મેચ શરૂ થવાના અડધા કલાક પહેલા ટોસ થશે.
-
એશિયા કપ ફાઈનલ
એશિયા કપ 2025 ની ટાઇટલ મેચમાં ભારત અને પાકિસ્તાન એકબીજાને પડકાર આપશે. એશિયા કપના 41 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાન ફાઇનલમાં ટકરાશે. આવી ફાઇનલ પહેલી વાર થઈ રહી છે.
Published On - Sep 28,2025 4:04 PM
