પત્ની કરતા 9 વર્ષ મોટો છે ગૌરવ ખન્ના, જાણો કેવી રીતે શરૂ થઈ લવસ્ટોરી?
ગૌરવ ખન્ના "વીકેન્ડ કા વાર" માં ચર્ચામાં આવ્યો છે અને સલમાન ખાન તરફથી ખુબ વખાણ પણ કરવામાં આવ્યા હતા. તો ચાલો તેમની લવસ્ટોરી વિશે વિસ્તારથી જાણીએ.

ગૌરવ ખન્ના હાલમાં બિગ બોસ-19ના ઘરમાં છે. તેમજ તે ખુબ જ ચર્ચામાં રહે છે. શનિવારના રોજ વીકએન્ડના વારમાં સલમાન ખાને ગૌરવ ખન્નાના ખુબ વખાણ કર્યા હતા. તેમણે કહ્યું મારી માતા પણ ગૌરવ ખન્નાને જાણે છે. ગૌરવ ખન્નાનો બિગ બોસના ઘરમાં સ્પર્ધક ફરહાના ભટ્ટ સાથે ઝગડો થયો હતો.

ગૌરવ ખન્ના સલમાન ખાન પાસેથી પ્રશંસા પણ મેળવી. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે ગૌરવ ખન્નાએ પોતાનાથી નવ વર્ષ નાની ટીવી અભિનેત્રી સાથે લગ્ન કર્યા છે. ગૌરવની પત્નીનું નામ આકાંક્ષા છે, અને તેમના લગ્નને નવ વર્ષ થયા છે, છતાં તેમને કોઈ બાળક નથી થયું. ચાલો ગૌરવ ખન્નાની લવ સ્ટોરી જાણીએ.

મુંબઈમાં જન્મેલી આકાંક્ષા ચમોલા અને ગૌરવ ખન્ના બિગ બોસ 19માં આવ્યા બાદ ચર્ચામાં છે. આકાંક્ષાએ 2015માં સ્વરાગિનીથી ટેલિવિઝન કરિયરની શરુઆત કરી હતી. ગૌરવ ખન્ના અને આકાંક્ષા ચમોલાની પહેલી મુલાકાત એક ઓડિશન દરમિયાન થઈ હતી. અનેક ઈન્ટરવ્યુમાં ગૌરવે કહ્યું કે, પહેલી નજરે તેને આકાંક્ષા સાથે પ્રેમ થયો હતો.

તેણે પોતાની વાતચીતની શરૂઆત ઇન્ડસ્ટ્રીમાં નવો હોવાના વાતથી કરી હતી, અને આકાંક્ષાએ તેને અભિનયની ટિપ્સ આપી. પાછળથી, ગૌરવે તેની સાથે આવવાની ઓફર કરી, અને આકાંક્ષાને ટૂંક સમયમાં જ ખ્યાલ આવી ગયો કે તે પહેલેથી જ એક ફેમસ અભિનેતા છે. બંને સારા મિત્રો બની ગયા.

ત્યારબાદ ગૌરવે આકાંક્ષાને પ્રપોઝ કર્યું હતુ અને 23 નવેમ્બરના રોજ ગૌરવ અને આકાંક્ષાએ લગ્ન કર્યા હતા. બિગ બોસ 19ના એક એપિસોડમાં ગૌરવે કહ્યું હતુ કે, તેની અને તેની પત્ની વચ્ચે ઉંમરમાં ખુબ મોટું અંતર છે. પણ આ અંતર ક્યારે પણ તેના સંબંધોમાં આવ્યું નથી.

તમને જણાવી દઈએ કે, ગૌરવ ખન્નાના ચાહક વર્ગમાં ખુબ મોટી સંખ્યામાં મહિલા વર્ગ છે. જે તેને અનુપમા સીરિયલથી ખુબ પ્રેમ મળી રહ્યો છે. તેમજ સોશિયલ મીડિયા પર ચાહકો ગૌરવ ખન્નાને વિજેતા કહી રહ્યા છે.
બિગ બોસ 19માં સૌથી વધારે ચાર્જ લેનાર અભિનેતાનો આવો છે પરિવાર અહી ક્લિક કરો
