પિતા 1500 કરોડ તો દીકરો 50 કરોડનો માલિક, 49 વર્ષની ઉંમરે પણ કુંવારો અને એક દીકરાનો પિતા છે અભિનેતા
બોલિવુડ અભિનેતા તુષાર કપુર આજે 49મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. બોલિવુડમાં તેના પિતા દિગ્ગજ અભિનેતા જિતેન્દ્ર કપુર જેટલી લોકપ્રિયતા મેળવી ચૂક્યો ન હતો. તેમ છતાં અભિનેતા લક્ઝરી લાઈફ જીવે છે. લગ્ન વગર પિતા પણ બની ચૂક્યો છે.

60ના દશકમાં બોલિવુડમાં પોતાના કરિયરની શરુઆત કરનાર દિગગ્જ અભિનેતા જિતેન્દ્રએ 70 અને 80ના દશકમાં બોલિવુડમાં અનેક યાદગાર ફિલ્મો આપી છે. તેના રસ્તા પર તેનો દીકરો તુષાર કપુરે પણ બોલિવુડમાં એન્ટ્રી કરી હતી.

તુષાર કપુરે પિતા જેટલી સફળતા અને લોકપ્રિયતા મેળવી શક્યો નથી. સ્ટારનો દીકરો હોવા છતાં તુષાર કપુર ફલોપ અભિનેતાના લિસ્ટમાં સામેલ છે. તુષાર કપુર આજે પોતાનો 49મો જન્મદિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે.

અભિનેતાનો જન્મ 20 નવેમ્બર 1976ના રોજ જિતેન્દ્ર અને શોભા કપુરના ઘરે થયો હતો. પોતાની ફિલ્મોથી ચાહકોનું દિલ જીતવામાં અસફળ રહેનાર તુષાર કપુર 49 વર્ષની ઉંમરે પણ કુંવારો છે. તેમ છતાં એક દીકરાનો પિતા છે.

આ અભિનેતા 2016માં સરોગસી દ્વારા પિતા બન્યા હતા. તે સમયે તેમણે તેમના પુત્ર લક્ષ્યનું સ્વાગત કર્યું હતું.

.તુષાર કપુર માત્ર પિતા જિતેન્દ્ર જેટલી સફળતા કે લોકપ્રિયતા મેળવી ચૂક્યો નથી પરંતુ નેટવર્થ મામલે પણ પાછળ છે.

મીડિયા રિપોર્ટ મુજબ જિતેન્દ્રની નેટવર્થ 1512 કરોડ રુપિયા છે. તુષાર કપુરની નેટવર્થ વિશે વાત કરીએ તો તુષાર કપુરની પાસે અંદાજે 50 કરોડ રુપિયાની સંપત્તિ છે. 2001માં ફિલ્મ મુઝે કુછ કહેનાથી બોલિવુડમાં પોતાના કરિયરની શરુઆત કરી હતી.
દીકરી કરી રહી છે ટીવી પર રાજ, દીકરો અભિનેતા આવો છે જીતેન્દ્ર કપૂરનો પરિવાર અહી ક્લિક કરો
