મિસ ઇન્ડિયા સાથે લગ્ન કર્યા, 2 દીકરાના પિતા, બાબુ ભૈયાના પરિવાર વિશે જાણો
પરેશ રાવલ આજે ઇન્ડસ્ટ્રીના સૌથી મલ્ટીસ્ટારમાંથી એક છે, પરંતુ સ્ટારડમ સુધીની તેમની સફર સરળ નહોતી.તમને જણાવી દઈએ કે પરેશ રાવલની પત્ની સ્વરૂપ સંપતે 1979માં મિસ ઈન્ડિયાનો તાજ જીત્યો હતો.

બોલિવૂડ અભિનેતા પરેશ રાવલને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી ફેમસ અભિનેતાઓમાંના એક ગણવામાં આવે છે. તેઓ દર વર્ષે 30 મેના રોજ પોતાનો જન્મદિવસ ઉજવે છે. તેઓ એક એવા અભિનેતા છે જે કોઈપણ ભૂમિકામાં સરળતાથી ફિટ થઈ શકે છે.

પરેશ રાવલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણો

પરેશ રાવલ એક અનુભવી બોલીવુડ અભિનેતા છે જેમણે 200 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે અને તેમના દાયકાઓ લાંબા કારકિર્દી દરમિયાન અનેક મોટી હિટ ફિલ્મોમાં અભિનય કર્યો છે.

પરેશ રાવલનો જન્મ 30 મે 1955માં મુંબઈમાં થયો હતો,પરેશ રાવલનો જન્મ અને ઉછેર મુંબઈમાં એક ગુજરાતી પરિવારમાં થયો હતો. તો આજે આપણે પરેશ રાવલના પરિવાર અને પર્સનલ લાઈફ વિશે જાણીએ.

1987માં પરેશ રાવલે સ્વરૂપ સંપત સાથે લગ્ન કર્યા હતા. જે એક અભિનેત્રી અને 1979માં મિસ ઇન્ડિયા સ્પર્ધાની વિજેતા હતી. પરેશ અને સ્વરૂપને બે દીકરા છે, આદિત્ય અને અનિરુદ્ધ. આદિત્ય એક અભિનેતા છે જ્યારે તેનો ભાઈ અનિરુદ્ધ ફિલ્મ સુલતાનમાં સહાયક દિગ્દર્શક તરીકે કામ કરી ચૂક્યો છે.

તેઓ નરસી મોનજી કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાં, વિલે પાર્લે, મુંબઈના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે.

કેતન મહેતાની સરદાર ફિલ્મ આવી, જેમાં તેમણે સ્વતંત્રતા સેનાની વલ્લભભાઈ પટેલની મુખ્ય ભૂમિકા ભજવી હતી, એક એવી ભૂમિકા જેણે તેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મેળવી. 2014માં ભારત સરકાર તરફથી તેમને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

પરેશ રાવલે 1985માં ફિલ્મ "અર્જુન" થી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. જોકે, 1986માં રિલીઝ થયેલી ફિલ્મ "નામ" થી તેમને સાચી ઓળખ મળી. આ પછી, તેઓ અનેક ફિલ્મોમાં દેખાયા હતા.

રાજકીય કારકિર્દી વિશે જાણીએ તો તેઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના સભ્ય પણ રહી ચૂક્યા છે ,પરેશ રાવલ એક ફિલ્મ નિર્માતા, અભિનેતા, હાસ્ય કલાકાર અને સંસદ સભ્ય પણ રહી ચૂક્યા છે.તેમણે 2014 થી 2019 સુધી અમદાવાદથી સંસદ સભ્ય તરીકે સેવા આપી હતી.

2014માં અમદાવાદ પૂર્વ બેઠક પરથી ચૂંટણી જીત્યા હતા.પરેશ રાવલે પોતાની કારકિર્દીની શરુઆત મરાઠી અને ગુજરાતી ફિલ્મોથી કરી હતી. 2014માં તેમને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા.

મુંબઈના એક સામાન્ય પરિવારમાં જન્મેલા પરેશ રાવલે સિનેમાની દુનિયામાં પ્રવેશ કર્યો અને પોતાની વિવિધ ભૂમિકાઓ દ્વારા મોટી સફળતા મેળવી. તેમણે માત્ર નોંધપાત્ર કુશળતાથી ખલનાયકોની ભૂમિકા ભજવી જ નહીં પરંતુ પોતાના કોમિક ટાઇમિંગથી દર્શકોને હાસ્ય પણ આપ્યું.

તેણે વિલન, નેગેટિવ રોલમાં અનેક ભૂમિકા નિભાવી છે પરંતુ તેમણે કોમેડી ફિલ્મોથી સાચી ઓળખ મેળવી હતી, તેણે ફિર હેરા ફેરી, આવારા પાગલ દીવાના, દીવાને હુએ પાગલ અને હંગામા જેવી કોમેડી ફિલ્મોમાં અભિનય કર્યો હતો.

તેમણે ફિલ્મ ફિર હેરા ફેરી (2006)ની સિક્વલમાં બાબુરાવની ભૂમિકા ફરીથી ભજવી હતી, જે પણ સફળ રહી હતી. આજે પણ પરેશ રાવલ બાબુરાવના નામથી ફેમસ છે.
તમારા મનપસંદ હીરો, હિરોઈન, ક્રિકેટર, રાજનેતા, ઉદ્યોગપતિ, અગ્રણી મહિલા, અન્ય ખેલાડી વગેરેના ફેમિલી ટ્રી જોવા માટે ક્લિક કરો
