Popatlal Love Story : તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પત્રકાર પોપટલાલની લવસ્ટોરી છે સુંદર, જુઓ ફોટો
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટલાલના લગ્નની ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે હવે તે ફાઈનલી ઘોડે ચઢવા માટે તૈયાર છે. પોપટલાલના રિયલ લાઈફમાં લગ્ન થઈ ચૂક્યા છે. તો આજે આપણે પોપટ લાલની રિયલ લાઈફની લવ સ્ટોરી વિશે વાત કરીશું.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં છેલ્લા કેટલાક વર્ષોથી એ રાહ જોવાય રહી છે કે, પોપટ લાલના લગ્ન ક્યારે થશે. ચાહકો પણ આ દિવસની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટ લાલના લગ્ન સુધી વાત પહોંચી છે. છોકરી પણ જોઈ લીધી છે. પરંતુ કાંઈને કાંઈ અડચણ આવવાથી લગ્ન થઈ રહ્યા નથી. પરંતુ હવે ચાહકોની આ રાહ પૂર્ણ થશે.

કારણ કે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોપટ લાલના લગ્ન થવાના છે. આ સાથે એક ટ્વિસ્ટ પણ આવ્યો છે.આ લગ્ન જયપુરમાં થવાના છે.તમને જણાવી દઈએ કે, પોપટ લાલનું પાત્ર નિભાવનાર શ્યામ પાઠક રિયલ લાઈફમાંપરિણીત છે અને તેમને બાળકો પણ છે.

ભલે ઓનસ્ક્રીન પોપટલાલ કુંવારા હોય પરંતુ રિયલ લાઈફમાં તેની પાર્ટનર એક સુંદર મહિલા છે. શ્યામ પાઠક અને તેની પત્નીની લવ સ્ટોરી ખુબ જ રસપ્રદ છે. આનું એનએસડી સાથે ખાસ કનેક્શન પણ છે. તેમની પત્નીનું નામ રેશમી છે અને બંન્ને 3 બાળકોના માતા-પિતા છે.

તેની લાઈફમાં એનએલડીનો મહ્તવનો રોલ રહ્યો છે. શ્યામ પાઠકનું આખું નામ શ્યામ નવનીત ભાઈ પાઠક છે. અભ્યાસ કરતી વખતે તેની મુલાકાત રેશમી સાથે થઈ હતી.

શ્યામ પાઠક ચાર્ટેડ એકાઉન્ટેડ હતા, તેમજ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટેડ અકાઉન્ટસ ઓફ ઈન્ડિયામાં અભ્યાસ પણ કરતા હતા ત્યારે આ અભ્યાસ છોડી એનએસડીમાં એડમિશન લીધું હતુ. કારણ કે, તેઓ અભિનેતા બનવા માંગતા હતા. અહી શ્યામની મુલાકાત રેશમી સાથે થઈ હતી. જે તેની સાથે અભ્યાસ કરતી હતી.

શ્યામ પાઠકે રેશમી સાથે આર્ય સમાજમાં લગ્ન કર્યા હતા. આ લગ્નમાં ન તો શ્યામ પાઠકનો પરિવાર કે ન તો રેશમીનો પરિવાર કોઈ હાજર રહ્યું ન હતુ.

શ્યામ પરિવાર વિરુદ્ધ જઈને પણ ખુશ હતા. કારણ કે, તેની લાઈફમાં તેની પત્નીની એન્ટ્રી થઈ હતી.

શ્યામ પાઠક અને રેશ્મીના લગ્ન 1 જૂન, 2003ના રોજ થયા હતા. તેમના લગ્નને 22 વર્ષ થયા છે અને તેઓ સુખી જીવન જીવી રહ્યા છે. તેમને એક પુત્રી, નિયતિ અને બે પુત્રો, પાર્થ પાઠક અને શિવમ પાઠક છે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. અહી ક્લિક કરો
