તારક મહેતાની આ અભિનેત્રી લઈ રહી છૂટાછેડા, 15 વર્ષ બાદ પતિથી અલગ થવા કરી અરજી
તારક મહેતાની આ અભિનેત્રીના લગ્ન જીવનમાં તિરાડ પડી હોવાની માહિતી છે. તે તેના પતિથી છૂટાછેડા લઈ રહી છે.

ટીવી અભિનેત્રી સિમ્પલ કૌલ વિશે મોટા સમાચાર બહાર આવ્યા છે. તેના લગ્ન જીવનમાં તિરાડ પડી હોવાની માહિતી છે. તે તેના પતિથી છૂટાછેડા લઈ રહી છે. મીડિયા રિપોર્ટ મુજબ, સિમ્પલે પતિ રાહુલ લુમ્બા સાથે અલગ થવાના સમાચારની પુષ્ટિ કરી છે. બંનેએ 2010 માં લગ્ન કર્યા હતા.

તાજેતરમાં બંનેએ છૂટાછેડા માટે અરજી કરી છે. લગ્ન તૂટવા પર પ્રતિક્રિયા આપતા સિમ્પલે કહ્યું- આ તાજેતરમાં થયું છે. છૂટાછેડાનો નિર્ણય પરસ્પર સંમતિથી લેવામાં આવ્યો છે. અમે બંને મેચ્યોર માણસો છીએ. અમે એક પરિવાર કરતાં વધુ છીએ. હું એ હકીકતને પચાવી શકી નહીં કે સંબંધ તૂટ્યો છે. કારણ કે હું તે વ્યક્તિને વર્ષોથી ઓળખું છું.

જ્યારે તમે લગ્ન કરો છો, ત્યારે તમારો એક જીવનસાથી, તમારા માટે આખો પરિવાર હોય છે. બધું આવું જ રહે છે. મને ખબર નથી કે લોકો કોઈથી કેવી રીતે અલગ થઈ જાય છે.

મારા મનમાં આવું થતું નથી. હું પ્રેમથી જીવું છું. મને જીવનમાં ઘણો પ્રેમ મળ્યો છે. મને ખુશી મળી છે. મને આધ્યાત્મિક જાગૃતિ મળી છે. આપણે આ રીતે જીવીએ છીએ.

સિમ્પલે છૂટાછેડા લેવાનું કારણ જાહેર કર્યું નથી. તેના એક જૂના ઇન્ટરવ્યુમાં, સિમ્પલે તેના લગ્નને લાંબા ડિસટન્સ લગ્ન તરીકે વર્ણવ્યા હતા.

કારણ કે તેના પતિને કામને કારણે ઘણી મુસાફરી કરવી પડતી હતી. તે લાંબા સમય સુધી વિદેશમાં રહેતો હતો. સિમ્પલ તેની ગેરહાજરીને યાદ કરતી હતી.

તમને જણાવી દઈએ કે સિમ્પલ ઘણી બધી ટીવી સિરિયલમાં કામ કરી ચૂકી છે, તેમા પણ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલમા ગુલાબોનો રોલ કરીને ખૂબ જ ફેમસ થઈ હતી. આ સિવાય 'શરારત' અને 'ઝિદ્દી દિલ માને ના' શોમાં જોવા મળી છે.
ચહલ સાથે છૂટાછેડા બાદ ફરી પ્રેમમાં પડવા માંગે છે ધનશ્રી, ફરાહના શોમાં ખુલીને કહી વાત, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
