જેઠાલાલ પત્ની સાથે જોવા મળ્યા, લોકોએ કહ્યુ, “બબીતાને પણ ટકકર આપે છે”
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલના પાત્રમાં જોવા મળતો અભિનેતા દિલીપ જોશી ખુબ ઓછા જોવા મળે છે.પરંતુ જ્યારે પણ જોવા મળે છે ચાહકો ખુબ ખુશ થાય છે. હાલમાં જેઠાલાલ તેમની પત્ની સાથે જોવા મળ્યો હતો.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાના રોલથી ફેમસ દિલીપ જોશી ગુરુવારે મુંબઈમાં એક એવોર્ડ ફંકનશનમાં જોવા મળ્યા હતા. તેઓ પોતાની પત્ની જયમાલા જોશી સાથે એવોર્ડમાં પહોંચ્યા હતા. આ દરમિયાન મીડિયા સામે પોઝ પણ આપ્યા હતા. બંન્ને બ્લેક કપડાં પહેર્યા હતા. બંન્નેના લુકે ચાહકોનું ધ્યાન ખેચ્યું હતુ. રેડ કાર્પેટ પર દિલીપ જોશીએ એક નાની ચાહક સાથે મુલાકાત કરી હતી. તેમણે ખુશીથી તેમની સાથે હાથ મિલાવ્યા હતા. ત્યારબાદ ફોટો પણ ક્લિક કર્યા હતા.
દિલીપ જોશીની પત્ની
દિલીપ જોશી ભારતની સૌથી લાંબી ચાલનાર તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં જેઠાલાલમાં રોલ માટે જાણીતા છે. શોમાં તેના હ્યુમરના લોકો ખુબ વખાણ કરે છે. કાર્યક્રમમાં દિલીપ જોશી ઓછા જોવા મળે છે પરંતુ હાલમાં તે પોતાની પત્ની સાથે જોવા મળ્યા હતા. ચાહકો તેની પત્નીના વખાણ પણ કરી રહ્યા હતા. કે,રિયલ લાઈફ દયાબેન ખુબ સુંદર છે.
View this post on Instagram
ગરબા ઈવેન્ટ નાઈટમાં જોવા મળ્યા
થોડા સમય પહેલા દિલીપ જોશી મુંબઈમાં એક ગરબા ઈવેન્ટ નાઈટમાં જોવા મળ્યા હતા. અભિનેતા ગરબાની ધુન પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો.થોડા સમય પહેલા એવી અફવાઓ ઉડી હતી કે, દિલીપ જોશી શો છોડી શકે છે. પરંતુ અસિત મોદીએ એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, દિલીપ જોશી હજુ પણ પોતાના ફેમસ શોનો ભાગ છે.
Aap sabhi ko Ganeshutsav ki bahot BAHOT Shubhecha.. From d sets of TMKOC.. pic.twitter.com/DCHtPewHM3
— Dilip Joshi (@dilipjoshie) September 19, 2015
દિલીપ જોશીની કુલ સંપત્તિ અને ફી
દિલીપ જોશીની આવક વિશે વાત કરીએ તો, શોમાં જેઠાલાલનું પાત્ર ભજવનાર દિલીપ જોશી ઘર-ઘરમાં જાણીતા છે અને રિપોર્ટ મુજબ તે પ્રતિ એપિસોડ 1.5 લાખ કમાય છે. તેમની કુલ સંપત્તિ આશરે 43 કરોડ હોવાનો અંદાજ છે.તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એ એક ભારતીય હિન્દી સિરિયલ છે, જે 28 જુલાઈ 2008થી સબ ટીવી પર ટેલિકાસ્ટ થઈ રહી છે. તેને નીલા અસિત મોદી અને અસિત કુમાર મોદીએ પ્રોડ્યુસ કરી છે.
