TMKOC: તારક મહેતા..શોમાંથી રિટાયમેન્ટ લેવા માંગે છે હવે આ કલાકાર, જાણો શું કહ્યું?
તારક મહેતા શોના આ કલાકારે હવે શોમાંથી નિવૃતિ લેવા અંગે વાત કરી છે પહેલાથી જ આ શોમાંથી દીશા વાકાણી એટલે કે દયા નીકળી ગયા છે હવે આ એક્ટરના શોમાંથી નિવૃતિ લેવા અંગેની વાતથી લોકો ચોંકી ગયા છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં મયુર વાકાણી 'સુંદર' ની ભૂમિકામાં જોવા મળે છે. મયુર શો માં દિશા વાકાણીના ભાઈ ની ભૂમિકા ભજવે છે. મયુર વાસ્તવિક જીવનમાં પણ દિશાનો ભાઈ છે. હવે તેમણે શોમાંથી નિવૃતિ લેવાની વાત કરી છે, ત્યારે તે ક્યારે લેશે નિવૃતિ જાણો તે અંગે શું કહ્યું.

મયુર એ કહ્યું, 'મને મારી બહેનનો પહેલો અભિનય યાદ છે, તે ફક્ત 5 વર્ષની હતી. આટલી નાની હોવા છતાં, દિશા એ ખૂબ સારું અભિનય કર્યો. મયુર એ કહ્યું, 'દિશા એ ખૂબ મહેનત કરી છે. એટલા માટે લોકો તેને દયા તરીકે ખૂબ પ્રેમ આપે છે.

મારા પિતાએ હંમેશા અમને બતાવ્યું છે કે જીવનમાં, આપણે અભિનેતા છીએ અને આપણને જે પણ ભૂમિકા મળે છે, આપણે તેને ગંભીરતાથી ભજવવી જોઈએ.

મયૂરે રિટાયમેન્ટ અંગે વાત કરતા કહ્યું કે 'લોકો સુંદરને પસંદ કરે છે, જાણે તે વાસ્તવિક આત્મા બની ગઈ હોય. ગીતામાં લખ્યું છે કે, આત્મા શરીરને બદલી નાખે છે. તેવી જ રીતે, હવે સુંદરનું પાત્ર પણ આત્મા બની ગયું છે. જો એક દિવસ હું અહીં ન હોઉં અને કોઈ અન્ય અભિનેતા સુંદરની ભૂમિકા ભજવે, તો પણ પાત્ર એ જ રહેશે.

જો ભગવાન ઈચ્છે, તો હું સુંદર તરીકે નિવૃત્તિ લેવા માંગુ છું. ભગવાન જે કંઈ કરે છે, હું તેના માટે આભારી છું.' આ ઉપરાંત, તેમણે કહ્યું, 'જ્યારે મને પહેલીવાર આ ભૂમિકા મળી, ત્યારે મને શંકા હતી કે હું તે સારી રીતે કરી શકીશ કે નહીં.

મયુરે કહ્યું કે તે બાળપણથી જ તારક મહેતા વાંચીને મોટા થયા છે. નાની નાની વિગતો પણ તેમાં સુંદર રીતે કેદ કરવામાં આવી છે. જેમ કે જેઠાલાલનો ગુસ્સો અને ઘણુ બધુ. આ અંગે સુંદર ક્યારે રિટાયરમેન્ટ લેશે તે અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી પણ તે રિટાયર થવા માંગે છે એ આ વાત પરથી જાણી શકાય છે.
‘બિગ બોસ 19’ ના કયા કન્ટેસ્ટેન્ટના છે સૌથી વધારે ફોલોઅર્સ અને કોના સૌથી ઓછા ? જાણો અહીં, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
