TMKOC : ‘તારક મહેતા’ શોના બબીતાજી વિદેશી છોકરા સાથે કરશે લગ્ન! અભિનેત્રીએ કર્યો ખુલાસો
Taarak Mehta Ka Ooltah Chashmah : મુનમુન દત્તા, 'બબીતા જી' તરીકે જાણીતી, તાજેતરમાં પ્રેમ અને લગ્ન પર ખુલીને બોલી. તેણે જણાવ્યું કે લગ્ન અંગે તે ઉતાવળમાં નથી અને તેને હજુ ખાતરી નથી કે તે લગ્ન કરવા માંગે છે કે નહીં. અને શું તે લગ્ન કરશે તો કેવા છોકરા સાથે કરાશે તે અંગે તેમણે વાત કરી હતી.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં બબીતા જીના પાત્રથી લોકપ્રિય બનેલી અભિનેત્રી મુનમુન દત્તા ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં છે. મહત્વનું છે કે TMKOC માં બબીતા અને જેઠાલાલ કેમિસ્ટ્રી લોકોને ખૂબ પસંદ આવે છે. તાજેતરમાં તેણે પ્રેમ, બ્રેકઅપ અને લગ્ન જેવા વિષયો પર ખુલ્લેઆમ વાત કરી, જે બાદ તેના નિવેદનો સોશિયલ મીડિયા અને મનોરંજન જગતમાં હેડલાઇન્સ બની ગયા છે.

ટીવીના સૌથી લાંબા સમયથી ચાલતા અને લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા જીની ભૂમિકાએ મુનમુન દત્તાને ઘરઘરમાં ઓળખ અપાવી છે. તેના ચાહકો લાંબા સમયથી એક જ પ્રશ્ન પૂછતા આવ્યા છે કે મુનમુન દત્તા ક્યારે લગ્ન કરશે. આ જ મુદ્દે અભિનેત્રીએ તાજેતરમાં યુટ્યુબર રણવીર અલ્લાહબાદિયા સાથેના ઇન્ટરવ્યુમાં પોતાનું મન ખુલ્લું કર્યું.

લગ્ન વિશે વાત કરતા મુનમુન દત્તાએ કહ્યું, “મને હજુ ચોક્કસ ખબર નથી કે હું લગ્ન કરવા માગું છું કે નહીં. હા, મને પ્રેમ ગમે છે, પરંતુ જો લગ્ન મારી જિંદગીમાં લખાયેલા હશે તો જરૂર કરીશ. હું ક્યારેય એવી છોકરી રહી નથી જે લગ્ન પાછળ દોડે. મેં ક્યારેય એવું સ્વપ્ન પણ નથી જોયું કે મારો આદર્શ પતિ કેવો હોવો જોઈએ કે મારા લગ્ન કેવી રીતે થવા જોઈએ.”

જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે તેને કયા પ્રકારનો પુરુષ પસંદ છે, ત્યારે તેણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, “સારો દેખાવ, લોયલ, સમજણ, આર્થિક સ્થિરતા અને સારી વાતચીત કરવાની કુશળતા – આ બધું મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું પોતે જૂઠું બોલતી નથી, તેથી હું પુરુષમાં પણ આ બધા ગુણો શોધું છું.”

આ સાથે મુનમુન દત્તાએ એ પણ ખુલાસો કર્યો કે તે આજકાલ કોરિયન કલાકારોમાં ખાસ રસ ધરાવે છે. વિદેશી વ્યક્તિ સાથે લગ્ન કરવાની સંભાવના વિશે પૂછતાં તેણે કહ્યું, “હા, હું ખુશીથી વિદેશી સાથે લગ્ન કરી શકું છું, કારણ કે મારો તેમની સાથે સારો સંબંધ રહ્યો છે. તેઓ ક્યાંક જન્મ્યા હોય છે અને ક્યાંક રહેતા હોય છે, એટલે તેમની વિચારસરણી ખૂબ જ વિકસિત અને અલગ હોય છે. આવા લોકો સામાન્ય રીતે સ્ત્રીઓ સાથે વધુ પ્રેમ અને સન્માનથી વર્તે છે.”

મુનમુન દત્તાના આ નિવેદન બાદ એક વાત તો સ્પષ્ટ છે કે બબીતા જી હાલ લગ્ન અંગે કોઈ ઉતાવળમાં નથી, પરંતુ જો યોગ્ય સમય અને યોગ્ય વ્યક્તિ મળશે, તો તે દિલથી નિર્ણય લેવા તૈયાર છે.
TMKOC: 17 વર્ષ બાદ બંધ થવા જઈ રહ્યો છે ‘તારક મહેતા..’શો ? અસિત મોદીએ તોડી ચુપ્પી
