AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચને લઈ અમદાવાદમાં હોટલોના ભાવ આસમાને, જુઓ વીડિયો

T20 વર્લ્ડ કપ ફાઈનલ મેચને પગલે ક્રિકેટ ચાહકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચ રમાવાની છે. જેને લઈ અમદાવાદની હોટલો સહિત અમદાવાદ આવતી ફ્લાઈટના ભાવમાં પણ વધારો થયો છે.

Ronak Varma
| Edited By: | Updated on: Mar 06, 2026 | 2:22 PM
Share

ક્રિકેટ ચાહકો ફાઈનલ મેચ જોવા માટે સ્ટેડિયમની મસમોટી ટિકિટ લઈ દુર દુર થી મેચ જોવા આવતા હોય છે. મેચની ટિકિટ થી લઈ, ફ્લાઈટની ટિકિટ તેમજ જે-તે શહેરોમાં પણ મસમોટો ચાર્જ ચુકવવો પડે છે.અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે રમાનારી ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચને લઈને શહેરની કેટલીક જાણીતી હોટેલોએ તેમના ભાડામાં તોતિંગ વધારો કર્યો છે. જે પહેલા નોર્મલ હતો. આટલું જ નહી કેટલીક હોટલોના બુકિંગ આજથી ફુલ થઈ ગયા છે.

ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ

T20 વર્લ્ડ કપ સેમિફાઇનલ બાદ ફાઈનલનો મહા મુકાબલો 8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.ટી20 વર્લ્ડકપની ફાઈનલ અમદાવાદમાં છે તેને લઈ ચાહકોમાં ખુબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભારત – ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઈનલ મેચ અમદાવાદમાં રમાશે.8 માર્ચે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલનો જંગ જામશે. ફાઈનલ પહેલા અમદાવાદમાં હોટલોના ભાવ પણ ઉચકાયા છે. 7 અને 8 માર્ચે હોટલોનું ભાડું રૂ.75 હજાર સુધી પહોંચ્યું છે. 10 હજારમાં મળતા રુમનું ભાડું 40 હજારથી લઇને 75 હજાર સુધી પહોંચ્યુ છે.  હયાત રેજન્સી અને હોટલ સહિત અનેક હોટલોના ભાડામાં વધારો થયો છે.મેરિયોટ, ITC અને ફોર્ચ્યુન હોટલના ભાડામાં પણ વધારો ઝીંકાયો છે.

હોટલોના ભાવ આસમાને પહોંચ્યા

ટી-20 વર્લ્ડકપ ફાઈનલ પૂર્વે અમદાવાદની હોટલોના ભાવ આસમાને પહોંચ્યા છે.મેચને પગલે અનેક ક્રિકેટ ચાહકો અમદાવાદ આવે તેવી શક્યતાઓ વચ્ચે રૂમના દરમાં હજુ પણ વધારો થઈ શકે છે.અગાઉ વન ડે વર્લ્ડકપ 2023માં ફાઈનલ મેચ વખતે હોટલના ભાવ આસમાને પહોંચ્યા હતા. ત્યારે આ વર્ષે પણ ભારત અને ન્યુઝિલેન્ડની ફાઈનલ મેચને લઈને રૂમના ભાડામાં ચારથી પાંચ ગણો વધારો ઝીંકાયો છે.ક્રિકેટ વર્લ્ડ કપના મહામુકાબલાને લઈને અમદાવાદ આવતી ફ્લાઈટના ઍરફેરમાં પણ વધારો થયો છે.

 T20 વર્લ્ડ કપની શરૂઆત વર્ષ 2007માં થઈ હતી અને ટૂંકા સમયગાળામાં આ ફોર્મેટે વિશ્વભરમાં અદ્ભુત લોકપ્રિયતા મેળવી છે. અહી ક્લિક કરો

Follow Us
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
નોકરીમાં સહકર્મીઓનો સહયોગ મળશે, નવી તકો સામે આવશે
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
પાલનપુરના હોટલ માલિકનો ડોગ મળતાં અંબાજીની પગપાળા યાત્રા શરૂ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
બનાસકાંઠામાં બે બાળકોના મોતથી આરોગ્ય વિભાગ એલર્ટ
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
વિરમગામમાં વરસાદ બંધ થયાના 48 કલાક બાદ પણ નથી ઓસર્યા પૂરના પાણી- Video
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
જામનગરમાં ફૂડ વિભાગની લાલ આંખ, 38 વેપારીઓને ત્યાં 'આકસ્મિક દરોડા'
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
ઈંચમાં નહીં ફૂટમાં મપાય છે આ કેળું, વીડિયો જોઈ લોકો ચોંક્યા
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
વરસાદ પછી રસ્તા ધોવાયા, મનપા સામે લોકોનો ભારે આક્રોશ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
અમદાવાદથી મુંબઈ જતી ટ્રેન સાથે બની ઘટના, અનેક ટ્રેનો થઈ પ્રભાવિત, જુઓ
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
દીકરીઓની છેડતી કરવી પડી ભારે, ગ્રામજનોએ આ રીતે ઉતાર્યો પારો
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
અંબાલાલ પટેલની મોટી આગાહી , વરસાદનો ફરી એક રાઉન્ડ શરુ થશે
g clip-path="url(#clip0_868_265)">