આચાર્ય કૌશલેન્દ્રે જાણી જોઈને વાટ્યો ભાંગરો, કહ્યું- બદનામ હુએ તો ક્યા હુઆ, નામ તો હુઆ, જુઓ વીડિયો
તાજેતરમાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે, ફરિયાદી નહીં તહોમતદાર બનીને આવવા માટે અનુયાયી, સેવકને હાંકલ કરી હતી. પોતાની વગ અને પહોંચ ગુજરાતમાં કેટલી ઊંચી છે તેની બડાઈ હાકતા કહ્યું હતું કે, હુ તમને છોડાવી દઈશ, કાંઈ નહીં થવા દઉ.
અમદાવાદના કાલુપુર સ્વામિનારાયણ મંદિરના આચાર્ય ફરી એકવાર વિવાદાસ્પદ નિવેદનને પગલે વિવાદમાં સપડાયા છે. સ્વામિનારાયણના કાલુપુર સ્થિત, સંપ્રદાયને માર્ગદર્શન અને સાચા પથ પર ચાલવા માટેનો ઉપદેશ આપનાર અને તેનુ આચરણ કરનારા આચાર્યે જ તેમના શબ્દોને કારણે ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે.
તાજેતરમાં કાલુપુર સ્વામિનારાયણ સંપ્રદાયના આચાર્ય કૌશલેન્દ્ર પ્રસાદે, ફરિયાદી નહીં તહોમતદાર બનીને આવવા માટે અનુયાયી, સેવકને હાંકલ કરી હતી. પોતાની વગ અને પહોંચ ગુજરાતમાં કેટલી ઊંચી છે તેની બડાઈ હાકતા કહ્યું હતું કે, હુ તમને છોડાવી દઈશ, કાંઈ નહીં થવા દઉ. આ નિવેદન કર્યા બાદ આચાર્ય કૌશલેન્દ્ર વિવાદમાં આવ્યા હતા. ઠેર ઠેર તેમની ટીકા પણ થઈ હતી કે એક સાધુએ સંયમ દાખવવાની વાતો કરવાની હોય તેના સ્થાને ઉશ્કેરાટ ફેલાય તેવી વાતો કરી રહ્યાં છે.
આ બનાવ બાદ, આચાર્ય લાજવાને બદલે ગાજ્યા છે. બનાસકાંઠાના દિયોદરમાં અનુયાયીઓ, સેવકો, ભાવિક ભક્તોને સંબોધતા આચાર્ય કૌશલેન્દ્રે કહ્યું કે, બદનામ થયા તો શું થયું નામ તો થયું. ગમે તે સ્વરૂપે ભગવાન સ્વામિનારાયણનું નામ તો લેવાયું. આચાર્ય કૌશલેન્દ્રનું કથન અગાઉના વિવાદાસ્પદ ઘટના વખતે થયેલ ટીકાની સાથે સંબંધિત હોવાનું લોકોનું કહેવું છે.
ઈડરમાં શ્વાને ભરેલ બચકાને કારણે ભેંસનુ હડકવાથી મોત થતા, દૂઘ પિનારાઓએ હડકવા વિરોધી રસી લેવા કરી પડાપડી
વિવાદમાં ‘લાલો’ ફેમ કરણ જોશી: યુવતીના આરોપ પર અભિનેતાએ આપી સ્પષ્ટતા
જૂનાગઢ: પ્રી-મોન્સૂન કામગીરી વિવાદમાં, મનપાના દાવા સામે લોકો નારાજ
અમદાવાદ મેયર-સ્ટેન્ડિંગ ચેરમેનને લઈને 26 તારીખે થઈ શકે છે 'જાહેરાત'
આણંદ: અમુલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ. 10 વધાર્યા
