9 મહિનાથી અખંડ જ્યોત, સુનિતા વિલિયમ્સની ઘર વાપસીને લઈ ઝુલાસણમાં યોજાઈ ભવ્ય શોભાયાત્રા, જુઓ Video
9 મહિના સુધી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછી ફરી છે. જેના પગલે દુનિયાભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે સુનિતા વિલિયમ્સના મૂળ વતન એવા ઝૂલાસણમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે.
9 મહિના સુધી અવકાશમાં ફસાયેલી સુનિતા વિલિયમ્સ પૃથ્વી પર પાછી ફરી છે. જેના પગલે દુનિયાભરમાં ખુશીનો માહોલ છે. ત્યારે સુનિતા વિલિયમ્સના મૂળ વતન એવા ઝૂલાસણમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ગામની દીકરી જ્યારે અંતરિક્ષમાં જઈને રેકોર્ડ નોંધાવ્યા હોય અને તેની સલામતીની વાત આવે ત્યારે સમગ્ર સ્થાનિકો પ્રાર્થના કરતા હોય છે. બસ આવુ જ કંઈક મહેસાણાના ઝુલાસણમાં થયું છે.
સુનિતા વિલિયમ્સ હેમખેમ પરત ફરે તે માટે ઝુલાસણમાં છેલ્લા 9 મહિનાથી અખંડ જ્યોત ચાલુ છે. તેઓ ધરતી પર સ્વસ્થ રીતે આવી જાય તે માટે દોલા માતાજીના મંદિરમાં અખંડ જ્યોત પ્રગટાવી છે. 9 મહિના પહેલા સુનિતા વિલિયમ્સ પરત આવી રહ્યાં છે. ત્યારે જ્યોતિ મંદિરથી હાઈસ્કૂલ લઈ જવાશે. દોલા માતાજી મંદિરથી હાઈસ્કૂલમાં અખંડ જ્યોત લવાશે. ભવ્ય શોભાયાત્રા પણ નીકાળાશે. સુનિતા વિલિયમ્સ આખરે 9 મહિના બાદ પૃથ્વી પર પરત ફરી છે. જેના પગલે તેમના મૂળ વતન ઝુલાસણમાં ખુશીનો માહોલ સર્જાયો છે.
પૃથ્વી પર પહોંચવામાં 17 કલાક લાગ્યા
જ્યારે અવકાશયાન પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશ્યું ત્યારે તેનું તાપમાન 1650 ડિગ્રી સેલ્સિયસને વટાવી ગયું. આ સમય દરમિયાન થોડા સમય માટે સંદેશાવ્યવહાર બંધ રહ્યો હતો. ડ્રેગન કેપ્સ્યુલને અલગ કરવાથી લઈને ફ્લોરિડાના દરિયામાં ઉતરાણ સુધી લગભગ 17 કલાક લાગ્યા. ફ્લોરિડા કિનારે કેપ્સ્યુલ છલકાતાની સાથે જ, અવકાશયાત્રીઓનું ઘરે પાછા સ્વાગત કરતા અનેક ડોલ્ફિન તેની આસપાસ તરતા જોવા મળ્યા.
સુનિતા વિલિયમ્સે ટીમ સાથે દરિયામાં કર્યુ ઉતરાણ, ડ્રેગનમાંથી હસતા હસતા બહાર આવવાનો પ્રથમ Video જુઓ

કલોલ મહેસાણા હાઈવે સ્થિત પેટ્રોલ પંપ નજીક અચાનક ભભુકી ઉઠી ભીષણ આગ

VHPએ ઉગ્ર પ્રદર્શન કરી બંગાળમાં હિંદુઓ પર થતા અત્યાચાર રોકવા કરી માગ

વિદેશ જવા માટે બોગસ એફિડેવિટ કરવાનું રેકેટ ઝડપાયું

ડીસા અગ્નિકાંડમાં SITની રચનાના 15 દિવસ બાદ પણ રિપોર્ટ નથી કરાયો સબમિટ
