Axiom-4 Mission: અવકાશમાં જનારા બીજા ભારતીય બનશે શુભાંશુ શુક્લા ! નાસાના એક્સિઓમ મિશન 4ના પાયલોટ
એક અનુભવી ટેસ્ટ પાઇલટ તરીકે તેમણે વિવિધ વિમાનોમાં 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો છે. ગ્રુપ કેપ્ટન શુક્લા સાથે, વધુ ત્રણ લોકો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જઈ રહ્યા છે

ભારતીય વાયુસેનાના અનુભવી ટેસ્ટ પાઇલટ અને ISROના ગગનયાન મિશન માટે પસંદ કરાયેલા અવકાશયાત્રી ગ્રુપ કેપ્ટન શુભાંશુ શુક્લા Axiom Mission-4ના મુખ્ય મિશન પાઇલટ હશે. આ મિશન SpaceXના ફાલ્કન-9 રોકેટ અને ડ્રેગન અવકાશયાન દ્વારા પૂર્ણ કરવામાં આવશે. તેમનું લોન્ચિંગ ફ્લોરિડાથી થશે.

શુભાંશુ શુક્લાને તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના ગગનયાન મિશન માટે 'મુખ્ય' અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 1984 પછી અવકાશમાં જનાર તેઓ બીજા ભારતીય અવકાશયાત્રી હશે. તેમની સફર જૂન 2006 માં ફાઇટર વિંગમાં કમિશનિંગ સાથે શરૂ થઈ હતી.

એક અનુભવી ટેસ્ટ પાઇલટ તરીકે તેમણે વિવિધ વિમાનોમાં 2000 કલાકથી વધુ ઉડાનનો અનુભવ મેળવ્યો છે. ગ્રુપ કેપ્ટન શુક્લા સાથે, વધુ ત્રણ લોકો આંતરરાષ્ટ્રીય અવકાશ મથક (ISS) જઈ રહ્યા છે. આ છે - અમેરિકાના કમાન્ડર પેગી વ્હિટસન, પોલેન્ડના ESAના મિશન સ્પેશિયાલિસ્ટ સ્લાવોજ ઉઝાન્સ્કી અને હંગેરીના મિશન સ્પેશિયાલિસ્ટ ટિબોર કાપુ. શુક્લા તેમની સાથે મુખ્ય મિશન પાઇલટ હશે.

10 ઓક્ટોબર 1985ના રોજ લખનૌમાં જન્મેલા શુભાંશુએ એનડીએમાં લશ્કરી તાલીમ મેળવી હતી. 17 જૂન 2006ના રોજ તેમને વાયુસેનાના ફાઇટર સ્ટ્રીમમાં સામેલ કરવામાં આવ્યા હતા. તે એક ફાઇટર કોમ્બેટ લીડર છે અને એક પરીક્ષણ પાયલોટ પણ છે તેમને 2000 કલાકનો ઉડાનનો અનુભવ છે. તેમણે સુખોઈ-30MKI, મિગ-21, મિગ-29, જગુઆર, હોક, ડોર્નિયર, N-32 જેવા વિમાનો અને ફાઇટર જેટ ઉડાવ્યા છે.

X-4 મિશનનું નેતૃત્વ નાસાના ભૂતપૂર્વ અવકાશયાત્રી પેગી વ્હિટસન કરશે, જે એક્સિઓમ સ્પેસના માનવ અવકાશ ઉડાનના નિર્દેશક છે. 2019માં, શુક્લાને ઇસરો તરફથી એક ઐતિહાસિક ફોન આવ્યો. તેમણે રશિયાના મોસ્કોમાં યુરી ગાગરીન કોસ્મોનૉટ તાલીમ કેન્દ્રમાં સખત તાલીમ શરૂ કરી અને 27 ફેબ્રુઆરી 2024ના રોજ, પીએમ નરેન્દ્ર મોદીએ શુક્લાને ગગનયાન માટે અવકાશયાત્રી તરીકે જાહેર કર્યા હતા. ઓગસ્ટ 2024 માં, શુક્લાને આંતરરાષ્ટ્રીય અવકાશ મથકના આગામી ભારત-અમેરિકા મિશન માટે 'મુખ્ય' અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.
શુભાંશુ શુક્લાને તાજેતરમાં ભારતીય અવકાશ સંશોધન સંગઠન (ઇસરો) ના ગગનયાન મિશન માટે 'મુખ્ય' અવકાશયાત્રી તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. 1984 પછી અવકાશમાં જનાર તેઓ બીજા ભારતીય અવકાશયાત્રી હશે ત્યારે આવી જ બીજી માહિતી વાંચવા અહીં ક્લિક કરો

































































