રાજસ્થાન રોયલ્સ પર ઘેરાયા ચિંતાના વાદળો, સંજુ સેમસન પર કેપ્ટનશીપની લટકતી તલવાર
ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી અને ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. હવે એવામાં રાજસ્થાન રોયલ્સ પર વધુ એક સંકટનુ વાદળ ઘેરાઈ ગયુ હોય તેવું લાગે છે.

IPL 2025માં રાજસ્થાન રોયલ્સનું પ્રદર્શન અત્યાર સુધી કંઈ ખાસ રહ્યું નથી. ટીમનું પ્રદર્શન અપેક્ષા મુજબ રહ્યું નથી અને ટીમ સતત સંઘર્ષ કરી રહી છે. હવે એવામાં રાજસ્થાન રોયલ્સ પર વધુ એક સંકટનો વાદળ ઘેરાઈ ગયા તેવું લાગે છે. વાત એમ છે કે, સંજુ સેમસન હજુ સુધી સંપૂર્ણપણે ફિટ થયો નથી અને તેની ફિટનેસને લઈને ઘણી ચર્ચાઓ થઈ રહી છે. જણાવી દઈએ કે, સંજુ સેમસન દિલ્હી કેપિટલ્સ સામેની મેચમાં બેટિંગ કરતી વખતે પાંસળી પાસેના ભાગ પર દુખાવો ઉપડ્યો હોવાથી તે રિટાયર્ડ હર્ટ થયો હતો.
રાજસ્થાનના મુખ્ય કોચ રાહુલ દ્રવિડે કહ્યું કે, સંજુની ફિટનેસ અંગેની સ્થિતિ હજુ સ્પષ્ટ નથી. દ્રવિડે બીજું એ પણ કહ્યું કે, સેમસનને બોડી સ્કેન માટે મોકલવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ હજુ આવવાનો બાકી છે. રિપોર્ટના આધારે જ દ્રવિડ અને રાજસ્થાન ટીમ મેનેજમેન્ટ સેમસનના રમવા અંગેનો નિર્ણય લેશે. સેમસનની વાત કરીએ તો, છેલ્લી મેચ પછી રોયલ્સના કેપ્ટને બ્રોડકાસ્ટર સાથે વાત કરતા કહ્યું હતું કે, તે ફરીથી બેટિંગ માટે આવવાની સ્થિતિમાં નથી પરંતુ થોડા સમય પછી તે સારું અનુભવી રહ્યો હતો.
શું રિયાન પરાગ ફરીથી કેપ્ટન બનશે?
જો સેમસન આ મેચ માટે ફિટ નહીં થાય તો રાજસ્થાનને ફરીથી કેપ્ટનશીપ બદલવી પડી શકે છે. આવી સ્થિતિમાં, કેપ્ટનશીપની જવાબદારી ફરીથી રિયાન પરાગના ખભા પર આવી શકે છે. આ સિઝનની શરૂઆતમાં પણ રિયાન પરાગે 3 મેચમાં ટીમનું નેતૃત્વ કર્યું હતું. તેની કેપ્ટનશીપ હેઠળ, ટીમ પહેલી બે મેચ હારી ગઈ હતી પરંતુ ત્રીજી મેચ જીતી ગઈ હતી.
