રાજકોટમાં 25 બાળકને છાશ પીધા પછી થયુ ફૂડ પોઈઝનિંગ, ખાનગી ટ્રસ્ટે કર્યુ હતુ છાશનું વિતરણ, જુઓ Video
ઉનાળામાં ઘણી વખત ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં 25 બાળકને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ભવાનીનગર વિસ્તારમાં ખાનગી ટ્રસ્ટે છાશનું વિતરણ કર્યું હતું. છાશનું સેવન કર્યા પછી બાળકોમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.
ઉનાળામાં ઘણી વખત ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવતી હોય છે. ત્યારે રાજકોટમાં 25 બાળકને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે. ભવાનીનગર વિસ્તારમાં ખાનગી ટ્રસ્ટે છાશનું વિતરણ કર્યું હતું. છાશનું સેવન કર્યા પછી બાળકોમાં ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી હતી.
મળતી માહિતી અનુસાર ત્રણ દાયકાથી અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. આ ઉપરાંત આ ટ્રસ્ટ છેલ્લા કેટલાય સમયથ ઉનાળામાં છાશનું વિત્તરણ કરે છે. બાળકોએ છાશ પીધી ત્યારબાદ તેમની સ્થિતિ લથડી હતી. જેના પગલે 10 જેટલા બાળકોને સારવાર અર્થે ગુંદાવાડી સરકારી હોસ્પિટલમાં ખસેડાયા છે. જ્યારે અન્ય 15 જેટલા બાળકોને ઘરે જ સારવાર અપાઈ છે. હાલ તમામ બાળકની તબિયત સ્થિર હોવાનું સામે આવ્યું છે.
25 બાળકને પોઈઝનિંગની અસર
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ત્યારે લોકો ગરમીથી બચી શકે તે માટે સેવાકીય ટ્રસ્ટો દ્વારા પાણીની પરબ, છાશ, શરબત સહિતના પીણાનું વિત્તરણ કરતા હોય છે. ત્યારે રાજકોટના ભવાનીનગર વિસ્તારમાં ખાનગી ટ્રસ્ટ દ્વારા વિતરણ કરાયેલી છાશ પીવાના કારણે 25 બાળકોની તબિયત લથડી હતી. જેઓને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
